Not Set/ બનાસકાંઠા/ દિયોદર કમોસમી વરસાદ, ખેતીના પાકમાં ભારે નુકશાન

ઉતર ગુજરાત બનાસકાંઠા જીલ્લામાં ગત દિવસે જીલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતીના પાક ને નુકશાન આવ્યું છે, જયારે દિયોદર વિસ્તારના કોતરવાડા ગામે ગત દિવસે એકા એક વાતાવરણ માં પલટો આવ્યો હતો. જેમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.  જેમાં એકા એક વરસાદ પડતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી ના પાક ને ભારે નુકશાન પહોચ્યુ […]

Gujarat Others
મહુવા 1 બનાસકાંઠા/ દિયોદર કમોસમી વરસાદ, ખેતીના પાકમાં ભારે નુકશાન

ઉતર ગુજરાત બનાસકાંઠા જીલ્લામાં ગત દિવસે જીલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતીના પાક ને નુકશાન આવ્યું છે, જયારે દિયોદર વિસ્તારના કોતરવાડા ગામે ગત દિવસે એકા એક વાતાવરણ માં પલટો આવ્યો હતો. જેમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.  જેમાં એકા એક વરસાદ પડતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેતી ના પાક ને ભારે નુકશાન પહોચ્યુ છે.  દિયોદર વિસ્તાર ના કોતરવાડા ગામના  ખેડૂતો એ તેમની વેદનાવ્યકત કરી હતી.

જેમાં ખેડૂતો એ વેદના માં જણાવેલ કે ચાલુ સમય અમો એ એરંડા મગફળી કપાસ જેવા પાકો નું વાવતેર કર્યું હતું જેમાં ગત દિવસે તેજ પવન સાથે અને કરા સાથે પડેલ કમોસમી વરસાદ ના કારણે ઉભા પાક ને ભારે નુકશાન પોહ્ચ્યું હતું.

જો કે બીજી તરફ દિયોદર ના કોતરવાડા ની આજુ બાજુ વિસ્તાર માં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. એક બાજુ આ વિસ્તાર ના ખેડૂતો દેવા માં છે ત્યારે ચાલુ સાલે કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ઉભા પાક ને ભારે નુકશાન અને ખેતી નો પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો વર્તમાન સરકાર દ્વારા યોગ્ય ધોરણે સહાય ચૂકવાય તેની રાહ સાથે સરકાર પાસે સહાય ની માંગણી કરી રહા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.