Not Set/ બનાસકાંઠા પોલીસે દારૂ ભરેલી ટેન્કર સાથે બે આરોપીઓને પકડયા

દારૂ ભરેલી ટ્રક પકડાઇ

Gujarat
enkar બનાસકાંઠા પોલીસે દારૂ ભરેલી ટેન્કર સાથે બે આરોપીઓને પકડયા

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ મોકલવા માટે આરોપીઓ અવનવી તરકીબો અપનાવતાં હોય છે. ટેન્કરમાં દારૂની પેટીઓ મુકીને ગુજરાતમાં લાવતા   આગથળા પોલીઆરોપીઓને પકડી પાડ્યું છે. દારૂ અને ટેન્કર સહિત 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. ટેન્કરમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસને આગથળા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આગથળા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે દારૂ ભરેલું ટેન્કર પસાર થઇ રહ્યું હોવાની માહિતી મળતા જ પોલીસે સતર્ક થઇ ગઇ હતી અને કાતરવા પાસે આવેલા કેટલફીડ નજીક પસાર થઇ રહેલા શંકાસ્પદ ટેન્કરને ઉભું રખાવી તલાસી લેતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,733 જેટલી બોટલો જપ્ત કરી હતી. જ્યારે દારૂ, ટેન્કર, રોકડ રકમ અને બે મોબાઇલ સહિત કુલ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેન્કર ચાલક ફતારામ થાનારામ જાટ અને મગનારામ ખેતારામ જાટની અટકાયત કરી હતી તેમજ દારૂ ભરાવનાર બાડમેરના સતારામ જાટ સહિત ત્રણ વિરૂદ્ધ પ્રોહિબિશનનો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. કેટલીકવાર તો બુટલેગરો દ્વારા અલગ-અલગ પ્રકારના કીમિયા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.

અમીરગઢ અને ગુંદરી ચેકપોસ્ટ પરથી સૌથી વધુ બુટલેગરો દ્વારા વિદેશી દારૂ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવે છે. ત્યારે અવાર- નવાર પોલીસની સઘન તપાસમાં આરોપીઓ પકડાઇ જાય છે.