દુનિયા જ્યારે સ્પેસમાં પહોચવાની વાતો કરી રહી છે ત્યારે ભારતમાં ભૂમિગત પ્રશ્નો એટલા વિકટ બની રહ્યા છે જેનો અંદાજો લગાવવો જરા મુશ્કેલ છે. વાત અહી બનાસકાંઠાની થઇ રહી છે જ્યા થરાદમાં ગટરો ઉભરાતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું સામે આવી રહ્યુ છે.

દુનિયાનાં મોટાભાગનાં દેશમાં ડ્રેનેઝ સીસ્ટમ પર ખાસ ભાર આપવામાં આવે છે ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી તમને ગમે ત્યા ગટરો ખુલ્લી જોવા મળશે, દુર્ગધથી વાતાવરણને નુકસાન થતુ જોવા મળશે. ગુજરાતનાં બનાસકાંઠાની જો વાત કરીએ તો અહીનાં બજારમાં ગટરો ચોકઅપ થતા ગટરનાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. માથુ ફાંડી નાખે તેવી તેજ દુર્ગંધનાં કારણે સ્થાનિક રહીશો અને બજારમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગર પાલિકા શું કરી રહી છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

ગટરો ઉભરાવવા પાછળ બજારનાં દુકાનદારોની બેદરકારી સામે આવી રહી છે. બજારનાં તમામ દુકાનદારો પાલિકા દ્વારા ડસ્ટબીન આપવામાં આવી હોવા છતા તેઓ કચરો ખુલ્લી ગટરોમાં ઠાલવાતા રહ્યા છે. ગટરમાં પ્લાસ્ટિકની થેલી અને કાગળો સહિતનો કચરો જોવા મળી રહ્યો છે. વેપારીઓની બેદરકારીનાં કારણે અન્ય લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે હવે લોકોમાં જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
