બેટી બચાવો/ અહીંથી મળી આવી કચરાના ઢગલામાંથી નવજાત બાળકી…

ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાંથી કચરાના ઢગલા માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. 

Gujarat Others

@નામદેવ પાટીલ , ગોધરા

ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાંથી કચરાના ઢગલા માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે.  ગોધરા શહેર ના કલાલ દરવાજા વિસ્તારમાંથી રામસાગર તળાવ ના કિનારે ખુલ્લી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજી જન્મેલી બાળકી નો મૃતદેહ છુપાવવાના આશય સાથે બાળકી ના મૃતદેહ ને કચરાના ઢગલા માં છુપાવી નાસી જઈ ગુન્હો કરતા આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

by election / જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથના નિવેદન પર ગુસ્સે ભરાતા કહ્યુ…

પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેર ના કલાલ દરવાજા વિસ્તારમાં રામ સાગર તળાવ ના કિનારે તા.૩૦/૧૦ ના રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજી જન્મેલી બાળકી નો મૃતદેહ ઇરાદાપૂર્વક તેનો નિકાલ કરવાના આશય સાથે બાળકી ના મૃતદેહ ને તરછોડી કચરાના ઢગલા માં છુપાવી નાસી જઈ ગુન્હો કર્યો હતો.ત્યારે શહેર ના જાગૃત નાગરિકે આ મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.