T20 World Champion Defeated/ બાંગ્લાદેશે T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કચડી નાખ્યું, પ્રથમ વખત આ સિદ્ધિ નોંધાવી

બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

Top Stories Sports
T20 World champion defeated બાંગ્લાદેશે T20 વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને કચડી નાખ્યું, પ્રથમ વખત આ સિદ્ધિ નોંધાવી

T20 World Champion defeated બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડે ગયા વર્ષે રમાયેલ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ટીમ સાથે આવું કરશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. T20 World Champion defeated હવે એવું લાગે છે કે કોઈપણ ટીમ માટે બાંગ્લાદેશને તેના ઘરે હરાવવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.

મેચ 

આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ T20 World Champion defeated કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશે 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. મેહદી હસન મિરાજે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે તેણે બેટથી 20 રન પણ બનાવ્યા હતા. તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડે 26 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી

ઇંગ્લેન્ડની ટીમ ટી20 ક્રિકેટમાં તેની આક્રમક બેટિંગ લાઇન-અપ T20 World Champion defeated માટે જાણીતી છે. બાંગ્લાદેશ સામે એકપણ ઈંગ્લિશ બેટ્સમેન કંઈ કરી શક્યો નહોતો. 15મી ઓવર સુધીમાં ટીમે ચાર વિકેટ ગુમાવીને 91 રન બનાવી લીધા હતા. પરંતુ આ પછી ઈંગ્લેન્ડે તેની બાકીની તમામ વિકેટ 26 રનમાં ગુમાવી દીધી હતી. ટીમ 91-4 થી 117-10 સુધી ગઈ. આમાં મેહદી હસન મિરાજનું મહત્વનું યોગદાન હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા.

પ્રથમ વખત આ પરાક્રમ કર્યું

બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વખત T20 સીરીઝ રમાઈ રહી છે. T20 World Champion defeated આ પહેલા બંને ટીમો વચ્ચે એક પણ T20 સિરીઝ રમાઈ ન હતી. બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત રમાઈ રહેલી શ્રેણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ T20 મેચ રમાઈ છે, જેમાં બાંગ્લાદેશે બે અને ઈંગ્લેન્ડે એકમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં ટી-20માં માથાકૂટના આંકડામાં બાંગ્લાદેશની ટીમનું પલડું વધુ ભારે થયું છે. આગામી સમયમાં હવે ટી-20માં કોઈપણ ટીમ બાંગ્લાદેશને હળવાશથી નહી લઈ શકે અને તેમા પણ બાંગ્લાદેશમાં તો તેને હળવાશથી લેવાની ભૂલ જરા પણ નહીં કરે.

 

આ પણ વાંચોઃ ભેટ/ કેન્દ્રીય કર્મચારીઓ આનંદોઃ આગામી સપ્તાહે ડીએમાં વધારો થઈ શકે

આ પણ વાંચોઃ Sri Lanka/ શ્રીલંકાના નૌકાદળે 16 ભારતીય માછીમારોને પકડ્યા, તમિલનાડુ ભાજપના પ્રમુખે વિદેશ મંત્રીને તેમની મુક્તિ માટે કરી અપીલ

આ પણ વાંચોઃ Oscar Count Down/ ઓસ્કાર 2023: RRRના નટુ-નાટુ પર લાઈવ પરફોર્મન્સ, દીપિકા પાદુકોણ એવોર્ડ આપશે