Cricket/ ટી-20 વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશનાં વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચ્યુ

ટી-20 વર્લ્ડકપને હવે થોડા દિવસો બાકી છે તે પહેલા બાંગ્લાદેશની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે, તેમના વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચી લીધુ છે.

Sports
1 20 ટી-20 વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશનાં વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચ્યુ

બાંગ્લાદેશની ટીમને 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા મોટો આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશનાં દિગ્ગજ અને ડાબા હાથનાં વિસ્ફોટક બેટ્સમેન તમીમ ઇકબાલે યુએઈમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2021 માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

1 23 ટી-20 વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશનાં વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચ્યુ

આ પણ વાંચો – Cricket / Live મેચમાં મેદાનમાં આવી ગયો કૂકડો, બિંદાસ્ત અંદાજમાં ચાલતો જોવા મળ્યો, Video

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બુધવારે એક મોટો આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશનાં સ્ટાર ઓપનર તમીમ ઇકબાલે આગામી ટી 20 વર્લ્ડકપ પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઇકબાલનાં નિર્ણય બાદ બાંગ્લાદેશનાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. જો કે તમીમ ઇકબાલે આ વર્ષે ટી 20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનું કારણ આપ્યું છે. ડાબા હાથનાં બેટ્સમેને કહ્યું કે, તેણે છેલ્લા 15-16 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ભાગ લીધો ન હતો અને હવે અચાનક તે ટીમમાં કોઈની જગ્યા લેવા માંગતો નથી. ઇકબાલ માને છે કે જે ખેલાડીઓએ તે મેચોમાં સારું પ્રદર્શન કર્યું હોત, તો તેમને ટી 20 વર્લ્ડ કપમાં પણ તેમની પ્રતિભા બતાવવાની તક મળવી જોઈએ.

1 21 ટી-20 વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશનાં વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચ્યુ

આ પણ વાંચો – IPL 14 / રાજસ્થાન રોયલ્સમાં બટલર અને સ્ટોક્સની જગ્યા આ બે કેરિબિયન ખેલાડીએ લીધી

તમીમ ઇકબાલે કહ્યું, ‘કારણ કે મેં છેલ્લી 15-16 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો ન હતો. તે બિલકુલ યોગ્ય રહેશે નહી કે અચાનક ટીમમાં આવીને કોઇ અન્ય ખેલાડીની જગ્યા લઇ લઉ, જેમણે આ મેચોમાં સારુ પ્રદર્શન કર્યુ છે.’ ઇકબાલે જાણકારી આપી કે તેમણે બીસીબી અધ્યક્ષ અને સિલેક્ટર્સને તેમના નિર્ણય અંગે જાણ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાન દ્વારા યોજવામાં આવશે. બાંગ્લાદેશની ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે, જ્યાં તેની સાથે સ્કોટલેન્ડ, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની જોડાયા છે.

1 22 ટી-20 વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશનાં વિસ્ફોટક બેટ્સમેને પોતાનુ નામ પાછું ખેંચ્યુ

આ પણ વાંચો – Retirement / દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ કરી જાહેર

આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશનો અનુભવી ઓપનર તમીમ ઇકબાલ છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. તમીમ ઇકબાલ ઘૂંટણની ઇજાને કારણે ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામેની ટી 20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાંથી બહાર રહ્યો હતો. આ સિવાય ઇકબાલ ન્યૂઝીલેન્ડ સામે આગામી ટી 20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં બાંગ્લાદેશી ટીમનો પણ ભાગ નથી. જણાવી દઇએ કે, તમીમે 78 ટી 20 માં 1758 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 1 સદી અને 7 અડધી સદી પણ ફટકારી છે. તે બાંગ્લાદેશ માટે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વનડેમાં તમીમનો ખાસ રેકોર્ડ છે. તે એક મેદાન પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઢાકાનાં શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં 2795 રન બનાવ્યા છે. તેણે આ મેદાન પર 5 સદી અને 19 અડધી સદી પણ ફટકારી છે.