Not Set/ બેન્ક કૌભાંડ/ PMCનું પુરૂ નથી થયું, ત્યાં આ બેન્કનું પણ કરોડોનું કારનામું આવ્યું સામે

દેશભરમાં PMC બેન્કનાં ખાતાધારકો રાતા પણીએ રોઇ રહ્યા છે અને પાડાનાં વાંકે પખાલીને ડામ જોવી સ્થિતિ સર્જાતા અને લોકો ફસાયા છે. અરે ફસાયા તો ઠીક છે ઘણા તો આ કરાણથી મૃત્યુ પણ પામ્યા છે. પોતાના પૈસા પોતે જ વાપરી નથી શકતા અને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ત્યા વધુ એક બેન્કનું 11000 કરોડનું […]

Top Stories India
09TH THGRP J7K બેન્ક કૌભાંડ/ PMCનું પુરૂ નથી થયું, ત્યાં આ બેન્કનું પણ કરોડોનું કારનામું આવ્યું સામે

દેશભરમાં PMC બેન્કનાં ખાતાધારકો રાતા પણીએ રોઇ રહ્યા છે અને પાડાનાં વાંકે પખાલીને ડામ જોવી સ્થિતિ સર્જાતા અને લોકો ફસાયા છે. અરે ફસાયા તો ઠીક છે ઘણા તો આ કરાણથી મૃત્યુ પણ પામ્યા છે. પોતાના પૈસા પોતે જ વાપરી નથી શકતા અને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ત્યા વધુ એક બેન્કનું 11000 કરોડનું પોત પ્રકાશમાં આવી રહ્યું છે.

આપણ વાંચો  – બેંક/ કાલે ન જતા બેંકે કારણ કે, કાલે બેંકો રહેશે બંધ, જાણો આ છે કારણ

જી હા, હવે જમ્મુ કાશ્મીર બેન્કનું 11000 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. બેંકનું લોન કૌભાંડ સામે આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ દાખલ થઇ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ રકમ બેન્ક દ્વારા રાઇસ એકસપોર્ટ્સ ઇન્ડિયા એગ્રો લિમિટેડને આપવામાં આવી છે.

આપણ વાંચો – પીએમસી બેંક કેસ/ બેંકનાં પૂર્વ MD જોય થોમસને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે ન્યાયિક કસ્ટડી મોકલ્યા

એસીબીના એક પ્રવકતાના જણાવ્યા પ્રમાણે ફરિયાદ થયા બાદ તરત જ વિવિધ ટીમોએ બેન્કના પૂર્વ અધ્યક્ષ મુશ્તાક અહમદ શેખ સહિત 12થી વધારે આરોપી બેન્ક અધિકારીઓનાં કાશ્મીર, જમ્મુ અને દિલ્હી સ્થિત ઘરો ઉપર છાપા માર્યા હતા. જેમાંથી કાશ્મીરમાં 9, જમ્મુમાં 4 અને દિલ્હીમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારે PMC બેન્કના કૌભાંડ બાદ ફરી દેશના નાના-મોટા બેન્ક ખાતાધારકો ચિંતિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.