Milk Price Hike/ મોંઘવારીને વધુ એક ફટકો, આ જગ્યાએ દૂધ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

  મુખ્યમંત્રીએ કહ્યું કે, 39 રૂપિયાનું દૂધ (ટોન) હવે 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય સ્થળોએ, સમાન દૂધ રૂ.54 થી રૂ.56 પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત 44 રૂપિયા પ્રતિ લીટર છે.

Top Stories India
Nandini Milk New Rate

દૂધના ભાવમાં વધારો થતાં લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટક કેબિનેટે 1 ઓગસ્ટથી નંદિની દૂધના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ઉત્પાદનોનું બ્રાન્ડ નામ નંદિની છે. કેબિનેટની બેઠકમાં દૂધ ઉત્પાદકોની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાનો બચાવ કરતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ધ્યાન દોર્યું કે કર્ણાટક સૌથી ઓછા ભાવે દૂધ વેચી રહ્યું છે, જ્યારે અન્ય રાજ્યોમાં દૂધની કિંમત ખૂબ ઊંચી છે.

દૂધ 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે

મુખ્યમંત્રીએ કહ્યું, ’39 રૂપિયાની કિંમતનું દૂધ હવે 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય સ્થળોએ, સમાન દૂધ રૂ.54 થી રૂ.56 પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત 44 રૂપિયા પ્રતિ લીટર છે. આ નિર્ણય પર ટિપ્પણી કરતા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, ‘અમારે ખેડૂતો (દૂધ ઉત્પાદકો)ને પૈસા આપવા પડશે. આજે તે (ટોન મિલ્ક) સમગ્ર દેશમાં રૂ.56 પ્રતિ લિટર છે. આપણા રાજ્યમાં લોકો તેને ખૂબ જ ઓછા ખર્ચે મેળવી રહ્યા છે.

ખેડૂતોને પણ ફાયદો થશે.

તેમણે એમ પણ કહ્યું કે સરકારે ખેડૂતોને મદદ કરવા માટે દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

આ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત 68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે અમૂલ ગોલ્ડની કિંમત 64 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ શક્તિ 58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અમૂલ ગાયના દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54, અમૂલ તાજા રૂ. 52 પ્રતિ લિટર અને અમૂલ ટી-સ્પેશિયલ રૂ. 60 પ્રતિ લિટર થઈ ગઈ છે.

આ પણ વાંચો:PM Modi Gujarat Visit/ મિશન ‘સેમિકોન’ શું છે? જેના કારણે ભારત બનશે ‘સુપર પાવર’!

આ પણ વાંચો:Chapra Mayor Rakhi Gupta Action/છપરા મેયર રાખી ગુપ્તાનું સભ્યપદ રદ, ત્રણ બાળકો હોવાથી નઈ લડી શકે ચૂંટણી, જાણો શું કે છે નિયમ 

આ પણ વાંચો:મહારાષ્ટ્ર/મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર