Not Set/ ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડની નાદારી

ચીનની સૈાથી મોટી રિઅલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડની નાદારીના સમાચાર આવ્યા છે ,ચૂકવણીની લંબાવેલી તારીખ પર પૈસાની ચૂકવણી ના થતાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Top Stories World
nadari ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડની નાદારી

ચીનની સૈાથી મોટી રિઅલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડની નાદારીના સમાચાર આવ્યા છે ,ચૂકવણીની લંબાવેલી તારીખ પર પૈસાની ચૂકવણી ના થતાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચીનની સૈાથી મોટી કંપની નાદારીના કગાર આવી પહોચી છે,જેના લીધે શેરબજારમાં ભારે પ્રભાવિત થશે અને અનેક રોકાણકારોને નુકશાન ભોગવવું પડશે. 184 મિલિયન ડોલરનું પેમેન્ટ કરવામાં ચૂકવામાં ચૂક થઇ છે

ચાઈનીઝ રિયલ એસ્ટેટ જાયન્ટ છે એવરગ્રાન્ડકંપનીએ કુલ દેવા સામે 8.35 કરોડ ડોલર એટલે કે રૂ.617 કરોડનું વ્યાજ આવતા આ સપ્તાહમાં ચૂકવવાનું હતું એ ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે ડિફોલ્ટર થઇ છેકંપનીને રૂ.4.75 કરોડ ડોલર કે રૂ.351 કરોડનું વ્યાજ ચૂકવવાનું છે. રિયલ એસ્ટેટ શેરોમાં આજે હોંગકોંગ,માં ટ્રેેડીંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

એવરગ્રાન્ડ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. દેશના 280 શહેરમાં 1300 જેટલો પ્રોજેક્ટ ધરાવતી આ કંપની ચીનની રિયલ એસ્ટેટ બજારમાં ચાર ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીએ આટલા મોટા ફલક ઉપર કામ કરવા માટે 128 જેટલી બેંકો અને 121 જેટલી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી ધિરાણ મેળવ્યું છે. કંપનીના જે પ્રોજેક્ટ ચાલુ છે તેનું મુલ્ય એક ટ્રીલીયન ડોલર કે રૂ.74 લાખ કરોડ જેટલું આકવામાં આવે છે.