Bank Holidays/ આવતીકાલથી રાજય માં સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ

ભારતીય રિઝર્વ બેન્ક  અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

Business
કન્નોજ 8 આવતીકાલથી રાજય માં સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ

જો તમારી પાસે બેંક સંબંધિત મહત્વનું કામ છે, તો આજે જ તેના વ્યવહાર પૂર્ણ કરો કારણ કે આવતીકાલથી બેંક સતત 3 દિવસ સુધી બંધ રહેશે. જેથી  28 થી 31 ઓગસ્ટ સુધી બેંકોમાં કામ નહીં થાય.  ભારતીય રિઝર્વ બેન્ક  અનુસાર બેન્કો આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જોકે આ  ઓનલાઈન બેંકિંગ સેવાઓ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે.

આ પણ વાંચો :સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, AAP માં જોડાવાની અટકળો

ઉલ્લેખનીય છે કે RBI એ ઓગસ્ટ 2021 મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. આમાંની સમયમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે. આ ત્રણ દિવસ દરમ્યાન જો તમે બેન્ક સંબંધિત કામ પેન્ડિંગ રાખ્યું છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ પણ વાંચો :કાબુલમાં બેક ટૂ બેક બ્લાસ્ટમાં 72 થી વધુ લોકોનાં મોત, 150 થી વધુ ઈજાગ્રસ્ત

બેંકોમાં 4 દિવસની રજા નક્કી કરી છે. જોકે, આ રજા દરેક રાજ્યની બેંકો માટે નથી. ગુજરાતમાં ૩ દિવસ રજા રહેશે . 28 ઓગસ્ટ આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક રજા રહેશે અને 29 ઓગસ્ટ રવિવાર છે જેના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

Bank Holiday List
1.) 28 August 2021 – Fourth Saturday
2.) 29 August 2021 – Sunday
3.) 30 August 2021 – Janmashtami / Krishna Jayanti