Ahmedabad News/ અમદાવાદમાં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ

અમદાવાદમાં  જેલમાંથી (Ahmedabad Jail) પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ છે. ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાર લોકો પાસેથી તમાકુ અને મોબાઇલ મળી આવ્યા છે. પોલીસે ચાર જણા સામે ફરિયાદ નોંધાવી છે. 

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 59 1 અમદાવાદમાં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ

Ahmedabad News: અમદાવાદમાં  જેલમાંથી (Ahmedabad Jail) પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ છે. ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાર લોકો પાસેથી તમાકુ અને મોબાઇલ મળી આવ્યા છે. પોલીસે ચાર જણા સામે ફરિયાદ નોંધાવી છે.  અમદાવાદમાં સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની બાબત નવી નથી. થોડો સમય વીત્યો નથીને આ પ્રકારના બનાવ સામે આવ્યા વગર રહેતા નથી. દર વખતે પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં પણ આ પ્રકારની વસ્તુઓ મળી આવે છે.

આ પહેલા સરકારે આકરી કાર્યવાહી કરતાં રાજ્યની સત્ર જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગૃહ વિભાગની સીધી સૂચનાથી બોડી બોન્ડ કેમેરા સાથે 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મોડી રાત્રે દરેડા પાડવામાં આવ્યા હતા. સવાર સુધી આ કામગીરી યથાવત રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 17 જિલ્લાની જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

રાજ્યની દરેક જેલમાંથી ગેરકાયદેસર વસ્તુઓને નાબૂદ કરવા માટે જ રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જેલમાં માનવ ગરીમાં દાખવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે જેલમાં કેદીઓને મળવાપાત્રની જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત કેદીઓ સાથે વાતચીત કરીને કેદીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

તમામ જેલોમાં એક સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી મોટી જેલોમાં સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલની સૂચના આધારે રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તારીખ 24 માર્ચના મોડી સાંજે DGP ઓફિસથી રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડ્યા બાદ રાજ્યની 17 જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ફરી બદલાયું બાહુબલી અતીક અહમદનું ઠેકાણું, હવે અમદાવાદની જેલમાં કરવામાં આવ્યો શિફ્ટ

આ પણ વાંચોઃ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો થયો વાયરલ, પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીને કર્યો ફોન!

આ પણ વાંચોઃ જેલ ભજિયા હાઉસઃ લગભગ અઢી કરોડના ખર્ચે હેરિટેજ લુક પામશે