Election/ આચારસંહિતા લાગુ થતા રાજકીય પાર્ટીઓનાં બેનર હોર્ડિંગ કોર્પોરેશને ઉતાર્યા

મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે…..

Gujarat Others
C to B 3 આચારસંહિતા લાગુ થતા રાજકીય પાર્ટીઓનાં બેનર હોર્ડિંગ કોર્પોરેશને ઉતાર્યા

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શહેરમાં આચારસંહિતાનો સત્તાવાર અમલ કરાવવા માટે એએમસી દ્વારા વિવિધ વિસ્તારોમાંથી રાજકીય બેનરો ઉતારવાની કામગીરી એસ્ટેટ ખાતાનાં કર્મચારીઓ દ્વારા યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી છે.

આગામી મહિનામાં જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે બન્ને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. 6 મહાનગરપાલિકાનાં લોકો 21 ફેબ્રુઆરીને રવિવારનાં રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. જ્યારે 31 જિલ્લા પંચાયત, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતનાં લોકો 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. 6 મહાનગરપાલિકાની મતગણતરીની તારીખ 23 ફેબ્રુઆરી અને 31 જિલ્લા પંચાયત, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન 03 ફેબ્રુઆરીના રોજ થશે.અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આચાસંહિતા લાગુ થતા તમામ રાજકીય પક્ષો દ્વારા બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે વધુ બેનરો રાજકીય પક્ષના લાગેલ હોય જેને ઉતારવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે કોણ આ ચૂંટણીઓમાં મારશે બાજી અને કોના હાથમાં આવશે હાર તે જોવુ રહ્યુ.

Ahmedabad: મેઘાણીનગરમાં હવસખોર દાનવ બનેલા દિયરે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Ahmedabad: એલિસબ્રિજનાં MLA રાકેશ શાહનાં ડ્રાઈવરનાં મોબાઈલની લૂંટ કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો