Not Set/ આગામી રાષ્ટ્રપતિ હિન્દુ પણ બની શકે છે, US પ્રેસિડેન્ટ ઓબામાએ છેલ્લી સ્પિચમાં આશા વ્યક્ત કરી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંને આશા વ્યક્ત કરી હતી કે આવનાર સમયમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્રપતિ કોઇ મહિલા, હિન્દુ, યહૂદી કે લૈટટિન  અમેરિકી હોઇ શકે છે. વ્હાઇટ હાઉસમાં પોતાની અંતિમ પ્રેસ  કૉફરન્સને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. ઓબામાએ પોતાની ફેરવેલ સ્પીચમાં જણાવ્યું હતું કે, અમેરિકા તમામને સમાન અવસર આપે છે. જે વ્યક્તિમાં હોશિયારી […]

World
barack આગામી રાષ્ટ્રપતિ હિન્દુ પણ બની શકે છે, US પ્રેસિડેન્ટ ઓબામાએ છેલ્લી સ્પિચમાં આશા વ્યક્ત કરી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાંને આશા વ્યક્ત કરી હતી કે આવનાર સમયમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્રપતિ કોઇ મહિલા, હિન્દુ, યહૂદી કે લૈટટિન  અમેરિકી હોઇ શકે છે. વ્હાઇટ હાઉસમાં પોતાની અંતિમ પ્રેસ  કૉફરન્સને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી.

ઓબામાએ પોતાની ફેરવેલ સ્પીચમાં જણાવ્યું હતું કે, અમેરિકા તમામને સમાન અવસર આપે છે. જે વ્યક્તિમાં હોશિયારી છે તે પોતાનો વંશ અને વિશ્વાસને પાછળ છોડીને આગળ વધી જાય છે.

ઓબામાએ કહ્યું કે, આપણે એ જોવું જોઇએ નહીં કે તે ક્યા વંશનો છે. તે કોનામાં વિશ્વાસ રાખે છે અને ક્યા દેશનો છે. તેણે કહ્યું કે, આપણે ટૂંક સમયમાં અમેરિકામાં તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોને આગળ વધતા જોઇશું. કારણ કે તમામ લોકોને સમાન તક મળશે ત્યારે અમેરિકામાં એક મહિલા, લેટિન, યહુદી અથવા હિન્દુ રાષ્ટ્રપતિ હોઇ શકે છે.