સંયુક્ત રાષ્ટ્રનો દાવો/ યુક્રેનમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોએ દેશ છોડ્યો, 6 મિલિયન લોકો વિસ્થાપિત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે યુક્રેનમાંથી 600,000 લોકો વિસ્થાપિત થયા છે અને તેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

Top Stories World
ukraine-

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે યુક્રેનમાંથી 6 મિલિયન  લોકો વિસ્થાપિત થયા છે અને તેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. યુનાઇટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી અનુસાર, 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુદ્ધ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 6 મિલિયન લોકોએ દેશ છોડી દીધો છે અને તેમાં 90 ટકા મહિલાઓ અને બાળકો છે. 11 મે સુધીના આંકડા જાહેર કરતા એજન્સીએ દાવો કર્યો છે કે કુલ 6 મિલિયનથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે. એજન્સીની વાત માનીએ તો આ લોકો પોલેન્ડ ઉપરાંત પાડોશી દેશોમાં પણ આશરો લઈ રહ્યા છે.

આખરે, મહિલાઓ અને બાળકો શા માટે દેશ છોડી રહ્યા છે?

યુક્રેનમાંથી 90 ટકા મહિલાઓ અને બાળકો દેશ છોડીને જઈ રહ્યા છે, તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે દેશમાં એવો નિયમ છે કે 18 થી 60 વર્ષના પુરુષો સેનામાં સેવા આપે છે. આ સમયે દેશને સેનાની જરૂર છે, તેથી પુરુષોની ટકાવારી ઓછી છે. આ સિવાય ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના અભ્યાસ મુજબ 8 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હોવાનું બહાર આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે

તો સાથે જ એક રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે યુદ્ધ શરૂ થયા બાદ રોજેરોજ શરણાર્થીઓનો પ્રવાહ ઘટી ગયો છે. લગભગ 3.4 લાખ યુક્રેનિયનોએ માર્ચમાં દેશ છોડી દીધો હતો, જ્યારે એપ્રિલમાં 1.5 લાખ લોકોએ દેશ છોડી દીધો હતો. બીજી તરફ મે મહિનાની વાત કરીએ તો 4 લાખ 93 હજાર લોકોએ યુક્રેન છોડી દીધું છે.

આ પણ વાંચો:શ્રીલંકાના નવા વડાપ્રધાન વિક્રમસિંઘે પીએમ મોદીનો આભાર માન્યો, આ છે મોટું કારણ

આ પણ વાંચો: પૂર્વ IG  ડી જી વણઝારાએ વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત, બનાવશે પોતાની અલગ પાર્ટી