Not Set/ લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ દર્શન હોટલમાં ખાનગી ટ્રાવેલમાં બેસેલયુવક ચોરીનો ભોગ બન્યો..

દર્શન હોટલ માં વોશરૂમ ગયા હતા તે સમયે થેલા માં પડેલા સોનાની ચોરી કરી અને અજાણ્યા ઇસમો ફરાર બન્યા.

Gujarat
Untitled 54 5 લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ દર્શન હોટલમાં ખાનગી ટ્રાવેલમાં બેસેલયુવક ચોરીનો ભોગ બન્યો..

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટ મારામારી હત્યા ના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રોજ બરોજ આવા નાના-મોટા ગુનાહિત પ્રવૃત્તિઓ સર્જાતી હોય છે તેવા સંજોગોમાં વધુ એક ચોરીનો બનાવ રાજકોટ અમદાવાદ હાઇવે નજીક આવેલી દર્શન હોટલ માં સામે આવ્યો છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલી દર્શન હોટલ માં રેસ્ટ કરવા ઊભી રહેલી ખાનગી ટ્રાવેલ્સ માથી યુવક પાસે રહેલા થેલા ની અજાણ્યા લોકોએ ઉઠાંતરી કરી છે. અને આ થેલામાં સોનુ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે ત્યારે આ મામલે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દર્શન હોટલ માં રેસ્ટ કરવા ઉતરેલી મહીસાગર ખાનગી ટ્રાવેલ્સમાં આ બનાવ બન્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે રાજકોટના શૈલેષભાઈ પટોડીયા નામના યુવક બસમાં મુસાફરી કરી અને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખાનગી બસ મહાસાગરમાં તે રાજકોટ ગ્રીનલેંડ ચોકડી થી સોના ભરેલી બેગ સાથે બેઠા હતા ત્યારે સતત બે કલાક બસમાં મુસાફરી કર્યા બાદ આ બસને રેસ્ટ માટે ખાનગી દર્શન હોટલમાં રાખવામાં આવી હતી તે સમયે યુવક ફ્રેશ થવા માટે વોશરૂમ ગયા હતા અને તે સમયે તે પોતાની સોનુ ભરેલો થેલો બસ માં મૂકી અને જતા રહ્યા હતા.

આ  પણ વાંચો ;ગુજરાત / કોરોનાથી સ્કુલો બંધ કરવા અંગે જીતુ વાઘાણીએ આપ્યું આ નિવેદન

ત્યારે તે સમયે કોઇ અજાણ્યા લોકો દ્વારા બસમાં ચડી અને થેલાની લૂંટ કરવા આવી છે અને ફરાર બની જવા પામ્યા છે તેવા સંજોગોમાં વોશરૂમમાં થી શૈલેષભાઈ પરત ફર્યા તે સમયે સોનુ ભરેલો થેલો તેમનો ગાયબ હતો ત્યારે આ મામલે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે હોટલનો તેમજ તેમની સાથે રહેલા મોટા ફરવાની અને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોણ થેલો લઈ ગયો તેની કોઈ પણ જાતની ભાળ મળી ન હતી.

ત્યારે આ મામલે યુવક દ્વારા તાત્કાલિક પગલે જોરાનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે આ બાબતની જાણકારી થતાની સાથે જ જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો દર્શન હોટલ નજીક પહોંચી ચુક્યો હતો અને આગળની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવા સંજોગોમાં યુવક દ્વારા આજે વહેલી સવારે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો ;Omicron / તમિલનાડુમાં ઓમિક્રોન વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા 33 નવા કેસ