ટીમ ઇન્ડિયા/ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરિઝમાં કયા ખેલાડીઓને મળ્યું સ્થાન? જૂઓ

ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટી-20 મેચમાં હાલમાં જ સૂર્યકુમાર તેના ડેબ્યુ પારીના 31 બોલમાં 57 રનની તુફાની ઇનિંગ્સ રમી હતી, આ પ્રદર્શન જોતા સૂર્યકુમારને ટીમમાં સ્થાન મળ્યું છે.

Top Stories Sports
a 8 ઇંગ્લેન્ડ સામેની વનડે સિરિઝમાં કયા ખેલાડીઓને મળ્યું સ્થાન? જૂઓ

ઈંગ્લેંડ સામે રમાનારી વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ BCCI દ્વારા જાહેર કરાયેલી ભારતની ટીમમાં સૂર્યકુમાર યાદવ, ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કરનારા બોલર મોહમ્મદ સિરાઝને સ્થાન અપાયું છે.

મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટી-20 મેચમાં હાલમાં જ સૂર્યકુમાર તેના ડેબ્યુ પારીના 31 બોલમાં 57 રનની તુફાની ઇનિંગ્સ રમી હતી, આ પ્રદર્શન જોતા સૂર્યકુમારને ટીમમાં સ્થાન મળ્યું છે. આ પહેલા કેપ્ટન કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં લેવા માટે કહ્યું હતું.

આ સાથે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને પણ ટીમમાં સ્થાન અપાયું છે. જો કે ભારતીય ટીમમાંથી મયંક અગ્રવાલ, નવદીપ સૈનિ, સંજુ સેમસન, મનીષ પાંડેને ટીમમાં સ્થાન અપાયું નથી. આ ઉપરાંત લગ્નમાં વ્યસ્ત હોવાના કારણે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ટીમમાંથી બહાર છે.

ભારતીય વન-ડે ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શુભમન ગીલ, પ્રસિદ્ધ ક્રિશ્ના, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કે એલ રાહુલ, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…