Cricket/ BCCI સેક્રેટરી જય શાહે સ્થગિત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પર કરી મોટી જાહેરાત

BCCI સેક્રેટરી જય શાહે ભારતમાં વધી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સ્થગિત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પર શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. જય શાહે કહ્યું કે, રણજી ટ્રોફી આવતા મહિનાથી બે તબક્કામાં રમાશે.

Sports
રણજી ટ્રોફી

BCCI સેક્રેટરી જય શાહે ભારતમાં વધી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સ્થગિત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ પર શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. જય શાહે કહ્યું કે, રણજી ટ્રોફી આવતા મહિનાથી બે તબક્કામાં રમાશે.

આ પણ વાંચો – IPL / તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રણજી ટ્રોફી 2022ને લઈને મોટો નિર્ણય લીધો છે. BCCI નાં સચિવ જય શાહે શુક્રવારે કહ્યું કે, સ્થગિત રણજી ટ્રોફી આવતા મહિનાથી બે તબક્કામાં રમાશે. ગયા વર્ષે કોરોના મહામારીનાં કારણે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હોતુ. એવું માનવામાં આવે છે કે, આ 38 ટીમોની ટૂર્નામેન્ટ ફેબ્રુઆરીનાં બીજા સપ્તાહમાં શરૂ થશે અને પ્રથમ તબક્કો એક મહિના સુધી ચાલશે. અગાઉ તે 13 જાન્યુઆરીથી યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીની ત્રીજી લહેરને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. શાહે એક નિવેદનમાં કહ્યું, “બોર્ડે રણજી ટ્રોફીનું બે તબક્કામાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં લીગ સ્તરની મેચો થશે અને નોકઆઉટ જૂનમાં રમાશે. તેમણે કહ્યું, ‘મારી ટીમ મહમારીનાં કારણે કોઈપણ પ્રકારનાં સ્વાસ્થ્ય જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે.’ શાહે કહ્યું કે, BCCI રણજી ટ્રોફીનું મહત્વ સમજે છે.

આ પણ વાંચો – U19 World Cup / અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

“રણજી ટ્રોફી એ અમારી સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ છે જે દર વર્ષે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને ભારતીય ક્રિકેટમાં લાવે છે. આ મુખ્ય ટૂર્નામેન્ટનાં હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવે તે આવશ્યક છે. એક દિવસ પહેલા જ બોર્ડનાં ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું હતું કે, બોર્ડ આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ 27 માર્ચથી શરૂ થઈ રહી છે, જેના કારણે રણજી ટ્રોફી બે તબક્કામાં યોજાશે.