સ્પોર્ટ્સ/ ધોની આ મામલામાં છે બધાથી આગળ…

આ વખતે IPL 2022 માં એક નવી વસ્તુ જોવા મળી છે. જ્યાં એક તરફ નવી ટીમો પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ જૂની ટીમો આ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Sports
mangal 3 ધોની આ મામલામાં છે બધાથી આગળ...

આ વખતે IPL 2022 માં એક નવી વસ્તુ જોવા મળી છે. જ્યાં એક તરફ નવી ટીમો પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ જૂની ટીમો આ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ સામેલ છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ બંને ટીમો સાથે એવું શું થયું કે આ વર્ષ કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. પરંતુ આજે અમે તમને જણાવીએ છીએ કે ભલે CSKની ટીમ મેચ જીતવામાં સફળ રહી નથી, પરંતુ એક કિસ્સામાં તે અન્ય ટીમોને ટક્કર આપી રહી છે. તેમજ ગુજરાતની ટીમ આ IPL 2022માં પ્લેઓફમાં જનાર પ્રથમ ટીમ બની છે. આ સાથે હાર્દિકની આ ટીમ ફેયર પ્લેના મામલે પણ ટોપ પર છે.

અમે વાત કરી રહ્યા છીએ ફેયરપ્લે એવોર્ડની. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હંમેશા એક એવી ટીમ તરીકે જાણીતી છે જે ભલે મેચ હારે, પરંતુ મેચ રમતની ભાવના સાથે રમે છે. બીજી ટીમ સાથે ક્યારેય ઝઘડો થતો નથી. આ આઈપીએલની વાત કરીએ તો ફેયરપ્લેની યાદીમાં ચેન્નાઈની ટીમ બીજા નંબર પર છે. ગુજરાતની ટીમ નંબર વન પર છે.

અને તમામ ટીમોની વાત કરીએ તો ગુજરાત, ચેન્નાઈ પછી પંજાબ ત્રીજા નંબરે, રાજસ્થાન ચોથા નંબરે, કોલકાતાની ટીમ પાંચમા નંબરે છે. પોઈન્ટ ટેબલની જેમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફેયરપ્લેમાં પણ પાછળ દેખાઈ રહી છે. ટીમ છઠ્ઠા નંબરમાં સામેલ છે. તો આ એવી યાદી છે જેમાં કોઈપણ ટીમ ટોપ પર રહેવાનું પસંદ કરે છે.