Not Set/ #INDvNZ : ત્રીજી વન-ડેમાં હાર્દિક પંડ્યાએ પકડ્યો શાનદાર કેચ, જોઇને કહેશો “સુપરમેન”

માઉન્ટ માઉન્ગાનુઈ, માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી વન-ડેમાં પૂરી ન્યુઝીલેન્ડની ટીમ ૨૪૩ રનમાં ઓલઆઉટ થઇ ગઈ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી યજમાન ટીમના ખેલાડીઓમાંથી રોસ ટેલર સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારતના બોલિંગ અટેક સામે ટકી શક્યા ન હતા. ટેલરે સૌથી વધુ ૯૩ […]

Trending Sports Videos
Dx hKVFUcAA8mTa #INDvNZ : ત્રીજી વન-ડેમાં હાર્દિક પંડ્યાએ પકડ્યો શાનદાર કેચ, જોઇને કહેશો "સુપરમેન"

માઉન્ટ માઉન્ગાનુઈ,

માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી વન-ડેમાં પૂરી ન્યુઝીલેન્ડની ટીમ ૨૪૩ રનમાં ઓલઆઉટ થઇ ગઈ છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી યજમાન ટીમના ખેલાડીઓમાંથી રોસ ટેલર સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારતના બોલિંગ અટેક સામે ટકી શક્યા ન હતા. ટેલરે સૌથી વધુ ૯૩ રન બનાવ્યા હતા.

જો કે આ ઇનિંગ્સ દરમિયાન પ્રતિબંધ બાદ પાછા ફરેલા ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનો એક કેચ ખુબ ચર્ચાનો વિષય રહ્યો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ લોકો તેની પ્રશંસા કરી ર્રાહ્ય છે.

હકીકતમાં, બ્લેકકેપ કેપ્ટન કેન વિલિયમસન જયારે ૨૮ રને રમતમાં હતો ત્યારે સ્પિન બોલર ચહલના એક બોલ પર મિડવિકેટની દિશામાં એક શોટ રમ્યો હતો, પરંતુ આ દરમિયાન હાર્દિક પંડ્યા ત્યાં ફિલ્ડીંગમાં હતો.

આ દરમિયાન જ પંડ્યાએ પોતાની જમણી બાજુ ફૂલ ડાઈવ લગાવવાની સાથે આ શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ પકડ્યા બાદ ટીમના તમામ ખેલાડીઓએ પંડ્યાની પ્રશંસા કરી હતી.