ગુજરાત/ બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

રાજ્યમાં હવે ઉનાળો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સવારથી જ હવે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.

Gujarat Others
2 5 બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
  • આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની થશે અસર
  • રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાશે
  • દીવ,દમણ દાદરા નગર હવેલીમાં પણ હિટ વેવની આગાહી
  • 43 ડિગ્રી સુધી પહોંચી શકે ગરમીનો પારો
  • અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે
  • હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી

રાજ્યમાં હવે ઉનાળો સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સવારથી જ હવે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. વળી જો બપોરની વાત કરીએ તો ત્યારે રસ્તા જાણો સુમસામ બની જાય છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી આપી છે.

2 6 બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં હીટવેવની સંભાવનાઓ છે. વળી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની અસર જોવા મળે તેવી સંભાવનાઓ છે. વળી રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં પણ હીટવેવની આગાહી કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે, દેશમાં શિયાળાનાં અંત થતા જ ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. જો કે હાલમાં રાજ્યનાં ઘણા વિસ્તારો છે કે જ્યા માવઠા જેવી સ્થિતી સર્જાઇ છે. જો આમ થાય છે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ ઘણા વિસ્તારોમાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલ ઉનાળાની શરુઆતમાં વરસાદ પડશે તો પાકને મોટાપાયે નુકશાન પણ થઇ શકે છે.

2 7 બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

યાદ આવ્યો ઐતિહાસિક ક્ષણ / 10 વર્ષ પહેલા આજનાં દિવસે ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો વિશ્વકપ, સચિનનું સપનુ થયુ હતુ પૂરુ, Video

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. સવારનાં સમયમાં પણ હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તો હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ