Order/ અમદાવાદનાં કાર ચાલકો માટે આવ્યા મોટા સમાચાર

કોરોનાનાં કેસને નહીવત આંક સુધી પહોંચાડવા માટે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કમર કસી છે. અમદાવાદનાં કાર ચાલકોને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક મોટો આદેશ આપ્યો છે…. 

Ahmedabad Gujarat
sssss 50 અમદાવાદનાં કાર ચાલકો માટે આવ્યા મોટા સમાચાર
  • અમદાવાદના કારચાલકો માટે મોટા સમાચાર
  • તમામ કારચાલકોએ માસ્ક પહેરવું ફરજિયાત
  • ગાડીમાં એકલા હશો તો પણ પહેરવું પડશે માસ્ક
  • અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ
  • માસ્ક ન પહેરનાર સામે પોલીસ તંત્ર કરશે કાર્યવાહી

કોરોનાનાં કેસને નહીવત આંક સુધી પહોંચાડવા માટે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કમર કસી છે. અમદાવાદનાં કાર ચાલકોને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક મોટો આદેશ આપ્યો છે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કાર ચાલકોને માસ્ક પહેરવું ફરજિયાત બન્યુ છે. જો તમે કારમાં એકલા પણ હશો તો પણ તમારે માસ્ક પહેરવું પડશે. અને જે લોકો આ આદેશનું પાલન નહી કરે તેમની સામે પોલીસ તંત્ર લાલ આંખ કરતા કાર્યવાહી કરશે. જણાવી દઇએ કે, રાજ્યમાં આજે કોરોનાનાં કેસમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. જે આવતાા સમયમાં નહીવત પહોંચે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે કમર કસી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે ભારતની વાત કરવામાં આવે તો અહી કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. વળી ગુજરાતમાં કોરોનાનાં રોજીંદા કેસોમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે, અહી પણ કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે, તેમ છતા લોકોને વધુને વધુ સાવચેતી રાખવા તંત્ર દ્વારા સતત કહેવામાં આવી રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો