કિસ્મત/ કોરોનાને માત આપ્યા પછી બન્યા કરોડપતિ

રાજકાંત પાટિલને 5 કરોડની લોટરી લાગી

India
lotttri કોરોનાને માત આપ્યા પછી બન્યા કરોડપતિ

કહેવામાં આવે છે કે નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે.  એવી જ અક ઘટના મહારાષ્ટ્રના થાણેમાં જોવા મળી છે.  રાજકાંત પાટિલ નામની એક વ્યક્તિની કિસ્મત અચાનક જ  બદલાઈ ગઇ.  રાજકાંત પાટિલને 5 કરોડની લોટરી લાગી. પરીવાર માટે આ બમણી ખુશી હતી. કારણ કે રાજકાંત કોરોનાને માત આપીને આવ્યા અને બીજી બાજુ તેમને પાંચ કરોડની લોટરી લાગી ગઇ.

ઉલ્લેખનીય છે કે રાજકાંતને થોડા દિવસો પહેલા જ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. તે સમયે પરીવાર ઉપર ઘણા સંકટ હતા. રાજકાંત સાજા થઇને ઘરે આવે તેની સાૈ કોઇ પ્રાથના કરતા હતા. પરંતુ કોને ખબર હતી કે રાજકાંત કોરોનાને હરાવી ઘરે પહોંચશે તો પાંચ કરોડની લોટરી તેમની રાહ જોઇને બેઠી હશે.

આ વાત કોઇ નાટકીય કે 90ની હીટ ફિલ્મ જેવી લાગે તેવી છે. આમ તો રાજકાંત એક ઉદ્યોગપતિ છે. પરંતુ કોરોના કાળમાં તેમના બિઝનેશને ઘણું નુકશાન થયું હતુ. જેના કારણે તેઓ આર્થિકની સાથે માનસિક રીતે પણ હારી ગયા હતા. જેમાં કોરોના જેવી બિમારીથી પરિવાર ભયમાં આવી ગયો. પણ કોરોનાને હરાવી રાજકાંત ઘરે પહોંચ્યા તો તેમને કંપનીના મેસેજ આવવા લાગ્યા કે તમે પાંચ કરોડની લોટરી જીત્યા છો. શરૂમાં આવતા ફોન અને કોલ્સની અવગણા કરી પરંતુ ખરાઇ કરતા ખ્યાલ આવ્યો કે તે ખરેખર પાંચ લાખના આસામી બની ગયા છે.

રાજકાંતે જણાવ્યું હતુ કે તેમને પોતાની ઉદાસીનતા અને પરિસ્થિતીથી હારીને ચમત્કારની આશામાં બે લોટરી ખરીદી હતી. પરંતુ કોરોના થતા તે બધુ જ ભુલી ગયા. પણ કહેવાય છે કે ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. બસ તે જ કહેવતે રાજકાંતની કિસ્મત પલટી નાંખી. પાંચસો રૃપીયાની બે ટીકીટના ભગવાને રાજકાંતના સારા કર્મો રૂપે પાંચ કરોડ પરત કર્યા.