Not Set/ નક્સલવાદીના વેશમાં લોકોને લૂંટતા હતા – પોલીસ કર્મચારીઓ, માત્ર એક ભૂલથી પકડાયા

રક્ષક જ ભક્ષક બને ત્યારે શું ?  આવું જ કંઈક છત્તીસગના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બન્યું હતું. નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લામાં, પોલીસ કર્મચારી લોકોને નક્સલવાદી બનીને લૂંટી રહ્યા હતા. પોલીસે આ ઘટનાઓને નક્સલી ઘટના ગણીને તપસ પણ કરતી હતી. તપાસ કરતાં પોલીસે જયારે ચોરાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી ત્યારે જ આ અઘત્ના […]

Top Stories
નક્સલવાદીના વેશમાં લોકોને લૂંટતા હતા - પોલીસ કર્મચારીઓ, માત્ર એક ભૂલથી પકડાયા

રક્ષક જ ભક્ષક બને ત્યારે શું ?  આવું જ કંઈક છત્તીસગના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બન્યું હતું. નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લામાં, પોલીસ કર્મચારી લોકોને નક્સલવાદી બનીને લૂંટી રહ્યા હતા. પોલીસે આ ઘટનાઓને નક્સલી ઘટના ગણીને તપસ પણ કરતી હતી. તપાસ કરતાં પોલીસે જયારે ચોરાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી ત્યારે જ આ અઘત્ના નો ભાંડો ફોડ થયો હતો. જો આ લોકો મોબાઈલ ન લીધા હોત તો, તેમને પકડવા મુશ્કેલ થઈ જાત॰

એક બસ લૂંટી અને તેને આગ ચાંપી

છેલ્લા કેટલાક દિવસોમાં લૂંટની ઘટનાથી નારાયણપુર પોલીસ ચોંકી ઉઠી હતી. તે તપાસ કરી રહી હતી, પરંતુ તેને કોઈ સફળતા મળતી ના હતી. દરમિયાન, મંગળવારે રાત્રે બેનુર પોલીસ સ્ટેશન નજીક કોકોરી ગંગામુંડા ખાતે બસ્તર ટ્રાવેલ્સની એક પેસેન્જર બસને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના એવી રીતે જ  કરવામાં આવી હતી કે જે રીતે નક્સલવાદીઓ કરે છે. ચાર બુકાની ધારીઓએ રોડ પર આડા-આવડી  મોટરસાયકલો પાર્ક કરી હતી. બસ (સીજી -17 એફ -0930) રસ્તા પર ઊભી રહી  તો, કહેવાતા બની બેઠેલા નકલી નક્સલીઓએ મુસાફરો અને ડ્રાઇવર-ઓપરેટરના મોબાઇલ લૂંટી લીધા હતા. ત્યારબાદ બધાને નીચે ઉતારીને બસને આગ ચાંપી દીધી

16 08 2019 નક્સલવાદીના વેશમાં લોકોને લૂંટતા હતા - પોલીસ કર્મચારીઓ, માત્ર એક ભૂલથી પકડાયા

આ રીતે આરોપી સુધી પોલીસ પહોંચી હતી

એસપી મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, બસ સળગાવવાની ઘટના દરમિયાન લૂંટાયેલા મોબાઇલની લોકેશન જિલ્લાના બામણી પોલીસ સ્ટેશન જિલ્લા કોંડાગાંવમાંથી મળી આવી હતી. ટીમ કોંડાગાંવ ગઈ હતી. ત્યાં, બસ્તર અને કોંડાગાંવ પોલીસની સંયુક્ત ટીમ બનાવીને પોલીસે બામણી ગામથી, પોલીસ વિભાગમાં મદદનીશ કોન્સ્ટેબલ માધવ કુલદીપ (35) ને તેના ઘરેથી પકડી લીધો હતો. તેની પાસેથી બે એર પિસ્તોલ, ચાર લૂંટાયેલા મોબાઇલ, બાઇક અને રોકડ રકમ મળી આવી હતી. હીરાદુરામ કુમેટ્ટી (26) અને દોલેન્દ્ર (21) ને પણ ધરપકડ કરવામાં આવી હતી. દોલેન્દ્રના કબજામાંથી ત્રણ મોબાઈલ, એક બાઇક અને રોકડ રકમ મળી આવી હતી અને હિડુરામ પાસેથી ત્રણ મોબાઇલ અને રોકડ મળી આવી હતી. આમાં હીરદુરામ પોલીસ વિભાગનો કાઢી મુકાયેલો કોન્સ્ટેબલ છે, જ્યારે કોન્સ્ટેબલ માધવ લાંબા સમયથી ફરજ પરથી ગેરહાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.