Gujarat News/ નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરતા પહેલા વિચારજો, તમારી આજુબાજુમાં શી ટીમ ગરબે ઘુમતી હશે

કોઈપણ મહિલાઓ અને યુવતીની છેડતી કરશે તો સમજી લો કે તેની ખેર નહીં,

Top Stories Gujarat
Beginners guide to 2024 09 30T202519.947 નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરતા પહેલા વિચારજો, તમારી આજુબાજુમાં શી ટીમ ગરબે ઘુમતી હશે

Gujarat News :
દર વર્ષની જેમ આ વખતે પણ  નવરાત્રીમાં  શી ટીમ ગ્રાઉન્ડમાં ગરબા રમશે. નવરાત્રીમાં  રોમિયોની રોમિયોગિરી અટકાવવા શી ટીમ મેદાનમાં ઉતરશે. આ શી ટીમ ગ્રાઉન્ડમાં ગરબા રમશે અને સતત પેટ્રોલિંગ કરશે. નવરાત્રિ દરમિયાન દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે SHE ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે જ રહી ગરબા રમશે. જેને કારણે ખૈલેયાઓ કે રોમિયાને આ શી ટીમની જાણ થશે નહી. આમ શી ટીમ રોમિયો અને અસામાજીક તત્વો પર સતત નજર રાખશે.

ગરબામાં જો કોઈ યુવતીની છેડતી કરશે તો તેની ખેર નથી. સામાન્ય રીતે સુરક્ષા વ્યવસ્થા કરવાવાળા ખાખીમાં નજર આવે છે.પરંતુ આ વખતે લોકોની સુરક્ષા માટે પોલીસકર્મી પરંપરાગત ગરબાના પોશાકમાં જોવા મળશે. આ માટે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના 150 પણ વધુ શી ટીમના પોલીસની બાજ નજર દરેક રોમિયોગીરી કરનાર આરોપી ઉપર રહેશે.

Beginners guide to 2024 09 30T194946.688 નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરતા પહેલા વિચારજો, તમારી આજુબાજુમાં શી ટીમ ગરબે ઘુમતી હશે

મા અંબાની આરાધના એટલે કે, નવરાત્રિનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શી ટીમ તૈયાર કરી છે. જે ગરબા ગ્રાઉન્ડ ઉપર છેડતી અને હેરાનગતિ પ્રકારના કૃત્ય કરતા હોય તેવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે અસામાજિક તત્વોએ ચેતી જવાની જરૂર છે.આ અંગે એસીપી મીની જોસેફે જણાવ્યું હતું કે, નવરાત્રિનો પવિત્ર તહેવાર આગામી દિવસમાં આવી રહ્યો છે. ત્યારે ગરબા ગ્રાઉન્ડ ઉપર મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા સાથે હેરાનગતિ કરતા તત્વોને ચેતી જવા માટેની ચેતવણી આપી છે.

કારણ કે, નવરાત્રિ દરમિયાન યુવતીઓની શારીરિક છેડતીની ફરિયાદો સામે આવતી હોય છે. તેવામાં સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને 37 જેટલી શી ટિમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં મહિલાઓ સાથે પુરૂષ ટ્રેડિશનલ કપડામાં ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ પર પહોંચી ખેલૈયા બની ગ્રાઉન્ડમાં થતી ગતિવિધિ પર વોચ રાખશે અને જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા સાથે શારીરિક છેડછાડ અથવા તો હેરાનગતિ કરતો દેખાશે તો શી ટીમના સભ્ય તાત્કાલિક તેને ઝડપી પાડી તેના પર કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલની હવા પર ખવડાવશે.શી ટીમના કોન્સ્ટેબલ દક્ષાબેને જણાવ્યું હતું કે, અમે ટ્રેડિશનલ લુકમાં જી લોકો વચ્ચે તેમની સાથે ગરબા રમવાના છીએ. કોઈ છેડતી કે કોઈ બનાવ ન બને અમે તકેદારી રાખીશું.આ સાથે ગરબા અથવા મહિલાઓ પોતાના ઘરે જવા નીકળશે અને રસ્તામાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રસ્તામાં પણ પોલીસ પેટ્રોલિંગ સાથે વોચ રાખશે. મહિલાઓને ઘર સુધી મૂકવા જશે.

Beginners guide to 2024 09 30T195212.031 નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરતા પહેલા વિચારજો, તમારી આજુબાજુમાં શી ટીમ ગરબે ઘુમતી હશે

મહિલાઓ માટે સુરત પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જો કોઈ મહિલાને સમસ્યા થાય અને હેલ્પલાઈન નંબર પર કોલ કરે તો તાત્કાલિક પોલીસ તેની મદદ માટે પહોંચી જશે.રાજકોટ શહેરમાં 20થી વધુ સ્થળોએ અર્વાચિન ગરબાના મોટા આયોજન તો 2000થી વધુ પ્રાચીન ગરબીઓ યોજાવા જઈ રહી છે. તેવામાં નવરાત્રિના આયોજનની બાજુમાં આવતી હોટલ, મોલ્સ, દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરા પોલીસ ખાસ ચેક કરશે. તેમજ SHE ટીમ, એન્ટી રોમિયો સ્કવોડની 16 ટીમો શહેરભરના આયોજનોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આવારા તત્વો પર ખાસ વોચ રાખી સુરક્ષામાં કોઈ કચાશ રાખશે નહીં.ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, નવરાત્રિના મહાપર્વને લઈને રાજકોટ પોલીસ સજ્જ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરની આગેવાનીમાં 4 DCP, 10 ACP અને પોલીસ મથકના પીઆઈ સહિતનાં પોલીસ કર્મીઓ પોતાના વિસ્તારમાં સઘન મોનિટરિંગ કરશે.

જેમાં ફિક્સ પોઇન્ટ પર ચેકિંગની સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે. જેમાં PCR વાનની સાથે બાઈક પર પેટ્રોલિંગ પણ થશે. આ ઉપરાંત 48 બહેનોની SHE ટીમ અને એન્ટી રોમિયો સ્કવોડ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે રહેશે અને કોઈ રોમિયોગીરી કરતું હશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB ટીમ સતત પેટ્રોલિંગ કરતું રહેશે. આયોજકોને સૂચના અને વિનંતિ છે કે, નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવ માટેની SOPનું ચુસ્તપણે પાલન કરે અને એન્ટ્રી-એકઝિટ ગેટ પર CCTV કેમેરા રાખે. સાથે જ 108 એમ્બ્યુલન્સ રાખે અને ડોક્ટરોની ટીમનો અર્જન્ટ કોન્ટેક્ટ રાખે. જેથી કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તુરંત મદદરૂપ થઈ શકાય.રાજકોટમાં નવરાત્રિના પ્રારંભ પૂર્વે શહેરની હરિવંદના કોલેજ તથા રાજકોટ મહિલા પોલીસના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની ખાસિયત એ હતી કે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓએ ચણિયાચોળી પહેરીને આ તાલીમ લીધી હતી. નવરાત્રિનો સમય નજીક હોય આ પ્રકારે અપાયેલી તાલીમ દીકરીઓ માટે ખાસ ઉપયોગી બની રહે છે.

પોલીસ તથા ખાસ SHE ટીમ દ્વારા દીકરીઓને સ્વરક્ષા દ્વારા સુરક્ષા શીખવવામાં આવી હતી.આ ઉપરાંત પોલીસની તૈયારી અંગે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, આ વખતે ખાસ જ્યાં અર્વાચીન રાસોત્સવના આયોજનો તેમજ મોટી પ્રાચીન ગરબીઓની નજીકમાં આવેલી હોટલ, મોલ્સ અને દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરી તેમનું મેન્ટેનન્સ જાળવવાની સંચાલકને સૂચના આપવામાં આવશે. જેથી કોઈ ઘટના ઘટે તો તેની તપાસમાં સીસીટીવી ફૂટેજ કામ લાગી શકે. જે માટે તમામ પોલીસ મથકને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ અને એન્ટી રોમિયો સ્કવોડની 16 ટીમો ગરબાના આયોજનમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સતત પેટ્રોલિંગ કરશે અને ગરબે ઘૂમતી મહિલાઓની પજવણી કે છેડતી કરતા શખસોને કાયદાનું ભાન કરાવશે.ક્રાઈમ બ્રાંચની ટીમ પણ નવરાત્રિના 9 દિવસ સતત વોચમાં રહેશે અને લુખ્ખા તેમજ આવારા તત્વોને નવરાત્રિના આયોજનમાં ખલેલ પહોંચાડે તે પહેલાં જ પકડી લેવામાં આવશે. નવરાત્રિમાં મોટા ગરબાનું આયોજન કરતા આયોજકો માટે પણ ખાસ તકેદારીભરી ગાઈડ લાઈન પોલીસે બહાર પાડી હતી. જેમાં સ્ટ્રકચર સ્ટેબિલિટી, ફાયર એનઓસી, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી સુરક્ષા સહિતના નિયમો પાળવાના અને તેમના કરાર કરી પોલીસને સોંપવાના રહેશે. આ વખતે નવરાત્રિના આયોજનમાં શહેરીજનોને ગરબા રમવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેર પોલીસ સુસજ્જ બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ

આ પણ વાંચો: સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ

આ પણ વાંચો: સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો