Express way/ PM મોદી પહેલા સમાજવાદીઓએ કર્યું ‘પૂર્વાંચલ એક્સપ્રેસ વે’નું ઉદ્ઘાટન!

વડાપ્રધાન મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્વઘાટન કરશે. આ 340 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ગાઝીપુરથી લખનૌનું અંતર માત્ર સાડા ત્રણ કલાકમાં પુર્ણ કરી શકાશે 

Top Stories India
SP 2 PM મોદી પહેલા સમાજવાદીઓએ કર્યું 'પૂર્વાંચલ એક્સપ્રેસ વે'નું ઉદ્ઘાટન!

 

PM મોદી આજે લખનૌથી ગાઝીપુર સુધીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ સાઇકલ ચલાવીને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવાનો દાવો કર્યો છે.આ મામલે હાલ રાજકીય વાતાવરણ ગરમાઇ ગયો છે.

 

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગાઝીપુરથી લખનૌ સુધીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્વઘાટન કરશે. આ 340 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ગાઝીપુરથી લખનૌનું અંતર માત્ર સાડા ત્રણ કલાકમાં પુર્ણ કરી શકાશે  અહીં પોલીસ ચોકીની સાથે હેલીપેડ પણ બનાવવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં IAF દ્વારા 45 મિનિટનો એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગુઆર, સુખોઈ અને મિરાજ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ એક્સપ્રેસ વે પર બનેલ એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરશે.

યુપીડીએના સીઈઓ એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ફંક્શન બપોરે 1.30 થી 2.45 સુધી ચાલશે અને તે પછી એર શોનું કાર્યક્રમ ચાલુ થશે . પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. દેશમાં બે વખત કોવિડ લેહર અને આઝમગઢ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ હોવા છતાં, નિર્માણ કાર્ય ચાલુ રહ્યું અને તે સમયસર પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ પર તેના બજેટના 90.17 ટકાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. હવે લોકો પૂર્વાંચલથી દિલ્હી સરળતાથી જઈ શકશે. સાથે જ બિહારના લોકોનો સંપર્ક પણ સરળ બનશે.

એક્સપ્રેસ વે પર આઠ પેટ્રોલ પંપ અને ચાર જગ્યાએ સીએનજી સ્ટેશન ઉભા કરવામાં આવનાર છે. આ સાથે જ મોબાઈલ ચાર્જિંગ માટે ઈલેક્ટ્રોનિક સબસ્ટેશન બનાવવાની યોજના પણ વિચારણા હેઠળ છે. એક્સપ્રેસ વેના આરઓડબલ્યુ હેઠળ 4.50 લાખ વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે.