ટેલીવુડ/ તારક મહેતા પહેલા તન્મય વેકરીયાની આવક હતી મહિને 4000, બાઘાના પાત્ર બાદ પછી ચમકી કિસ્મત

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે. આ શોનું દરેક પાત્ર દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કારણ છે દરેક પાત્ર ભજવનાર અભિનેતાની અદાકારી. કલાકારો તેમના પાત્રને પડદા પર જીવંત કરી દેતા હોય છે. આ શો ખુબ જ જોવાય છે . દેશકોને પણ આ શો ખુબ પસંદ આવી રહ્યો છે […]

Entertainment
Untitled 86 તારક મહેતા પહેલા તન્મય વેકરીયાની આવક હતી મહિને 4000, બાઘાના પાત્ર બાદ પછી ચમકી કિસ્મત

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે. આ શોનું દરેક પાત્ર દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કારણ છે દરેક પાત્ર ભજવનાર અભિનેતાની અદાકારી. કલાકારો તેમના પાત્રને પડદા પર જીવંત કરી દેતા હોય છે. આ શો ખુબ જ જોવાય છે . દેશકોને પણ આ શો ખુબ પસંદ આવી રહ્યો છે . આવું જ એક પાત્ર છે બાઘાનું. બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરીયા આજે તેના પાત્રના કારણે ઘરેઘરમાં પ્રખ્યાત થયા છે .

 

રિપોર્ટ અનુસાર લોકપ્રિય શો તારક મહેતાનો બાઘા એટલે કે તન્મય આ શો પહેલા એક બેંકમાં માર્કેટિંગ એક્ઝીક્યુટિવ તરીકે કામ કરતો. તેણે બાઘાના પાત્ર પહેલા ઘણો સંઘર્ષ કર્યો છે. તે સમયે તે મહિને 4000 રૂપિયા જ કમાતો.

 

તન્મય મૂળ ગુજરાતના રહેવાસી છે અને તેણે 15 વર્ષ સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે. તેમના માટે પ્રેરણા તેમના પિતા હતા જે પણ એક ગુજરાતી એક્ટર હતા. નોકરી કરતી વખતે ઓછું વેતન મળતું હોવાથી તેણે અભિનયની રાહ તેમના દ્વારા પકડાઈ .

 

તન્મયે આ પ્રખ્યાત શોમાં બાઘાનું પાત્ર ભજવવા અને તેમાં પ્રાણ પુરવા માટે સખત મહેનત કરી છે. શોમાં તે બાઘા તરીકે દેખાયો તે પહેલા ઓટો રિક્ષા ડ્રાયવર, ટેક્સી ડ્રાયવર, શિક્ષક સુધી અનેક નાના નાના રોલ પણ ભજવી ચુક્યો છે. પરંતુ વર્ષ 2010માં તેની એન્ટ્રી નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે થઈ અને ત્યારથી આજ સુધી તન્મય શોમાં એક મહત્વનું પાત્ર બની ચુક્યા છે. બાઘાનું પાત્ર ભજવ્યા પછી તેની લોકપ્રિયતા પણ ખૂબ વધી ચુકી છે. એક સમયે મહિનાના 4000 રૂપિયાની જેની આવક હતી તે તન્મય હવે એક એપિસોડના 22,000 રૂપિયાની કમાણી કરે છે.