Not Set/ IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. ટીમોએ બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કામાં…

Sports
1 376 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. ટીમોએ બીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કામાં ત્રણ વખતનાં આઈપીએલ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સને IPL નાં આ બીજા તબક્કા પહેલા મોટો આંચકો લાગી શકે છે. રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બેટ્સમેન ઈજાને કારણે બહાર થઈ શકે છે.

1 378 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ ટીમમાં ફેરફાર, બટલર થયો સીરીઝથી બહાર, આ ઓલરાઉન્ડર લેશે જગ્યા

આપને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન, જેણે ધ હન્ડ્રેડ લીગમાં 27 છક્કા અને 22 ચોક્કા સાથે 358 રન બનાવ્યા હતા, તે ઈજાગ્રસ્ત થઇ ગયો છે. તેની ઈજાથી રાજસ્થાન રોયલ્સનાં ધબકારા પણ વધી ગઈ છે. આપને જણાવી દઇએ કે, લિયામ લિવિંગસ્ટોનને વોરવિકશાયર અને લેન્કેશાયર વચ્ચે ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. લિવિંગસ્ટોન બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે દરમિયાન તેને ખભામાં ઈજા થઈ હતી. બાઉન્ડ્રી બચાવવાનો પ્રયાસ કરતી વખતે, તેના ખભા પર ભારે ઈજા પહોંચી હતી અને તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતુ. તેની જગ્યાએ રિચાર્ડ ગ્લેસન ફીલ્ડ પર આવ્યો હતો. તેની ઈજાઓ કેટલી ગંભીર છે તે અંગે હાલમાં કોઈ અપડેટ સામે આવ્યા નથી, પરંતુ તેનાથી રાજસ્થાનની ટીમમાં તણાવ વધી ગયો છે. લિયામ લિવિંગસ્ટોન તાજેતરમાં ઉત્તમ ફોર્મમાં છે. આ સમયે જો તે રાજસ્થાનની ટીમથી બહાર જાય છે તો RR ને મોટો ઝટકો લાગી શકે છે.

1 377 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

આ પણ વાંચો – Tokyo Paralympics / રુબિના ફ્રાન્સિસ પાસે ભારતને મેડલની જાગી આશા, ફાઇનલ માટે કર્યુ ક્વોલિફાઇ

લિવિંગસ્ટોન વિશે ઈંગ્લેન્ડની ચિંતા ઓક્ટોબરથી યોજાનાર ટી 20 વર્લ્ડ કપ અંગે છે. લિવિંગસ્ટોને તાજેતરમાં બર્મિંગહામ ફોનિક્સને ધ હંડ્રેડ લીગની ફાઇનલ તરફ દોરી ગયું. લિવિંગસ્ટોને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 348 રન બનાવ્યા હતા. IPL 2021 નો બીજો તબક્કો શરૂ થવામાં હવે 18 દિવસ બાકી છે. આ માટે ટીમોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સિઝનની બાકીની 31 મેચ 27 દિવસો વચ્ચે રમાશે જે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં યોજાશે. વર્તમાન પોઈન્ટ ટેલીમાં, દિલ્હી કેપિટલ્સ 8 માંથી 6 મેચ જીત્યા બાદ 12 પોઈન્ટ સાથે ટોચ પર છે. CSK ની ટીમ અત્યારે સાત મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.