Not Set/ બે’લગામ મધુ શ્રીવાસ્તવ – મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ગાળાગાળી કરી,  કેમેરો છીનવી તોડવાનો પ્રયાસ કર્યો

વાઘોડીયામાંથી ભાજપના નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મીડિયા સાથે ગેરવર્તન સામે આવ્યું છે.  અધિકારીઓ કામ નથી કરતાની ફરિયાદ સાથે આજે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સામે આવ્યા હતા. અને તળાવમાં મૂર્તિ મુકવાના મામલે પરવાનગીની ફાઇલ કેટલાક અધિકારીઓ દબાવીને બેઠા હોવાની ફરિયાદ કરી. આ મામલે મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા માટે પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને પત્રકાર […]

Top Stories Gujarat Vadodara
audio 2 બે’લગામ મધુ શ્રીવાસ્તવ - મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ગાળાગાળી કરી,  કેમેરો છીનવી તોડવાનો પ્રયાસ કર્યો

વાઘોડીયામાંથી ભાજપના નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મીડિયા સાથે ગેરવર્તન સામે આવ્યું છે.  અધિકારીઓ કામ નથી કરતાની ફરિયાદ સાથે આજે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સામે આવ્યા હતા. અને તળાવમાં મૂર્તિ મુકવાના મામલે પરવાનગીની ફાઇલ કેટલાક અધિકારીઓ દબાવીને બેઠા હોવાની ફરિયાદ કરી.

આ મામલે મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા માટે પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછાતા તે ગુસ્સે ભરાયા હતા. અને મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ગાળાગાળી કરી..અને મંતવ્ય ન્યૂઝના કેમેરો છીનવી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તો સાથે જ એક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ માટે અશોભનીય કે જેણો અમે અહીં ઉલ્લેખ પણ ના કરી શકીએ તેવા બીભત્સ અને અશોભનીય ભાષામાં ક્ષોભનીય વર્તન કર્યું હતું.

બોલ બચ્ચન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જોઇ લેવાની વાત કરતા પ્રજાના સેવકનું આવુ વર્તન ક્ષોભનીય છે. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂક કરી અભદ્ર ભાષાપ્રયોગનો  પણ ઉપયોગ કર્યો છે.  છતાંય ભાજપ હાઇકમાન્ડ શ્રીવાસ્તવ સામે પગલાં લેતા શા માટે ખચકાય છે. ધારાસભ્યણે કોણ પીઠબળ આપી રહ્યા છે. આ રીતે વર્તન ધારાસભ્યનું કેટલું યોગ્ય જેવા પ્રશ્નો ઉભા થયા છે..?

જોકે ભાન ભુલેલા મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી. અને લુખ્ખાઓને પણ ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કર્યો. ત્યારે અહી સવાલ એ સર્જાય કે એક ચૂંટાયેલા પ્રતિનિધીને આવી ભાષા શોભે ખરી. મધુ શ્રીવાસ્તવની માગને વાચા આપવાનો પ્રયાસ કરતા મીડિયાકર્મીઓ સમક્ષ જ કેમ મધુ શ્રીવાસ્તવ ગેરવર્તણૂક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.