dharm bhakti/ લાભ પાંચમના શુભ મુહૂર્ત, ચોઘડિયા, પૂજા વિધિ અને મહત્વ અંગે જાણો

ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે.

Dharma & Bhakti

ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દિવાળીના વેકેશન બાદ પોતાના ધંધા-રોજગાર ફરીથી શરૂ કરે છે. આ દિવસને ‘સૌભાગ્ય પંચમી અનેજ્ઞાન પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે જીવનમાં સૌભાગ્ય અને લાભ લાવનાર માનવામાં આવે છે.

ગુજરાતીઓ માટે આ દિવસ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે. વેપારીઓ પોતાના જૂના ચોપડા પૂરા કરીને નવા ચોપડાનો પ્રારંભ કરે છે. આ દિવસે વેપારીઓ નવા ચોપડા પર ‘શુભ’ અને ‘લાભ’ લખીને ધંધાની શરૂઆત કરે છે.
આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા અને જીવનમાં લાભ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે દાન-ધર્મ કરવાનું પણ વિશેષ મહત્વ છે.

આ દિવસને ‘જ્ઞાન પંચમી’ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જ્ઞાનના દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
લાભ પાંચમનો દિવસ નવા કાર્ય, નવા સંબંધો અને નવા આયોજનો માટે અત્યંત શુભમાનવામાં આવે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, લઈને આવે છે.

અહીં લાભ પાંચમના શુભ મુહૂર્ત, ચોઘડિયા, પૂજા વિધિ અને મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે.

લાભ પાંચમ ક્યારે મનાવવામાં આવશે?
2025ના વર્ષમાં તમામ મહત્વના તહેવાર એકજ મહિનામાં આવી રહ્યાં છે. એટલે કે દશેરા, ધનતેરસ, દીવાળી, લાભ પાંચમ સહિતના તહેવારો ઓક્ટોબર મહિનામાં મનાવવામાં આવશે.
વાત લાભ પાંચમ ક્યારે છે તેની કરીએ તો ૨૬ ઓકટોબર ૨૦૨૫ના રોજ રવિવારે લાભ પાંચમ છે..
લાભ પાંચમ તારીખ: 26 ઓકટોબર 2025, રવિવાર

લાભ પાંચમના મુહૂર્ત
લાભ પાંચમ શુભ મુહૂર્ત: 26 ઓકટોબર, 2025. સવારે 06.41 વાગ્યાથી 10.29વાગ્યા સુધી
આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ શુભ ગણાય છે.

લાભ પાંચમ માટેના શુભ ચોઘડિયા મુહૂર્ત
દિવસના ચોઘડિયા (ઓક્ટોબર-26)
ચલ 09:30 એ.એમ થી 09:00 એ.એમ
લાભ 09:00એ.એમ થી 10:30 એ.એમ
અમૃત 10:૩૦એ.એમ થી 12:00 પી.એમ
શુભ 01:30 પી.એમ થી 03:00 પી.એમ
રાત્રીના ચોઘડિયા
શુભ 06:00 પી.એમ થી 07:30પી.એમ
અમૃત 07:30પી.એમ થી 09:00
ચલ 09:00પી.એમ થી 10:30 પી.એમ

 પૂજા સામગ્રી અને વિધિ
⦁ પૂજા માટે ગાયનું ઘી, ધૂપ,ગોળ, ચોખા,ગંગાજળ, દીવો, લાલ કપડો, રૂઈ, પૂજાની થાળી, કળશ, માળા, કપૂર, અગરબત્તી, પુષ્પો અને ફૂલોની માળ જેવી સામગ્રીની જરૂર પડે છે. આ પછી તેના પર ભગવાન શિવ અને ગણેશજીની મૂર્તિ.
⦁ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ, સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.
⦁ શુભ ચોઘડિયા મુહૂર્ત દરમિયાન ભગવાન ગણેશ અને શિવની મૂર્તિઓ સ્થાપિત કરો.
⦁ એક સોપારી લો અને તેને પવિત્ર દોરા પર લપેટો. પછી તેના પર ચોખાનો ગોળ ઢગલો મૂકો. જો શક્ય હોય તો, તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો.
⦁ ભગવાન ગણેશને ચંદન, સિંદૂર, ફૂલો અને દૂર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ. ભગવાન શિવને રાખ, બિલ્વપત્ર, ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ.
⦁ ભગવાન ગણેશને મોદક અર્પણ કરવો જોઈએ, અને દૂધનો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ.

લાભ પાંચમ માં શું કરવું?
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં તથા વસ્તુઓનું દાન કરવી.
ભગવાન શિવ અને ગણેશના લાભ માટે પંચમ મંત્રનો પાઠ કરો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!

આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી