Beware!/ જમીન ઉચાપત કરનારા ચેતજો, સાત સભ્યોની કમિટીની વોચ

ગુજરાત જમીન ઉચાપત અંગેના કાયદાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જાહેરાત કરી હતી. જેના પગલે આજે રાજકોટ જિલ્લામાં તંત્ર સાબદું થઇ ગયું છે તેમજ આ માટેની

Gujarat Rajkot
comm

ગુજરાત જમીન ઉચાપત અંગેના કાયદાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જાહેરાત કરી હતી. જેના પગલે આજે રાજકોટ જિલ્લામાં તંત્ર સાબદું થઇ ગયું છે તેમજ આ માટેની કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકારના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી. ચૌધરીની સુચના મુજબ રચાયેલી આ કમિટીમાં ચેરમેન તરીકે જિલ્લા કલેકટર રહેશે.આજે આ અંગે જિલ્લા કલેકટર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

Corona Virus / મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ક…

મુખ્યમંત્રી રૂપાણી એ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે જમીન ઉચાપત કરનારાને હવે બક્ષવામાં નહીં આવે. તેમજ આ પ્રકારની જમીન ઉચાપતની ઘટનાઓ ન બને તે માટે કાયદાને વધારે સંશોધન સાથે મૂકવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાએ અગાઉ પસાર કરેલા અને રાજ્યપાલે બહાર રાખેલા કમિટીના અન્ય સભ્યોમાં જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર,પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓનો સમાવેશ કરાયો છે. મેમ્બર સેક્રેટરી તરીકે અધિક કલેક્ટરને આ કમિટીમાં મુકવામાં આવ્યા છે.

#vaccinations / વ્યક્તિ દીઠ બે ડોઝ, રાજકોટ સહિત રાજ્યભરમાં આ રીતે થશે કોરોના…

આ કાયદા અંગે ગુજરાત સરકારના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી.ચૌધરીએ વિગતવાર જણાવ્યું છે કે ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન) એક્ટ 2020 ની કલમ એ ના સેકસન બે મુજબ કમિટીની રચના કરવામાં આવી છે. બીજું જાહેરનામું જ્યાં સુધી પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ કમિટી અસ્તિત્વમાં રહેશે. આ માટે હવેથી જમીન ઉચાપત કરતા પહેલા ગુનેગારો બે વખત વિચાર કરશે. કારણ કે કાયદાની કડક અમલવારી કરવા માટે આ નવી સમિતિ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે.