શપથ ગ્રહણ/ ભગવંત માન આજે ભગત સિંહના ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે,3 મંચ તૈયાર કરાયા

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બુધવારે બપોરે 12:30 વાગ્યે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે.

Top Stories India
bhagvat maan ભગવંત માન આજે ભગત સિંહના ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે,3 મંચ તૈયાર કરાયા

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બુધવારે બપોરે 12:30 વાગ્યે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે. ભગવંત માનનો શપથ ગ્રહણ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં યોજાશે. માન પંજાબના 17મા સીએમ હશે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે માત્ર ભગવંત માન જ શપથ લેશે, બાકીના મંત્રીઓની શપથ ગ્રહણ બાદમાં થશે.

શપથગ્રહણ પહેલા ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે, “સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. શહીદ ભગત સિંહ અને બાબા સાહેબના સપનાને સાકાર કરવા માટે આખું પંજાબ આજે ખટકર કલાન ખાતે શપથ લેશે. શહીદ ભગતસિંહજીના વિચારોની રક્ષા કરવા હું તેમના વતન ગામ ખટકર કલાન જવા રવાના થઈ રહ્યો છું.ભગવંત માને તેમના શપથ ગ્રહણ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. જેમાં પુરૂષોને પીળી પાઘડી અને મહિલાઓને પીળી શાલ/ચોરી પહેરવાની અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, સ્થળના પંડાલને પણ પીળા રંગથી શણગારવામાં આવ્યો છે. સમારોહમાં એક લાખથી વધુ લોકો ઉમટશે તેવી સંભાવના છે.