આપણા દેશમાં એક એવુ સ્થળ છે જેને ભારતનું સૌથી ભયાનક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ રાજસ્થાનનો ભાનગઢનો કિલ્લો છે. ભાનગઢ કિલ્લાની વાર્તા ખૂબ જ રોમાંચક છે. પરંતુ તેના સત્ય હોવા પાછળ કોઈ ને પણ શંકા નથી. 16 મી સદીમાં ભાનગઢનો કિલ્લો સ્થાયી થયો હતો. આ પછી ભાનગઢ 300 વર્ષ સુધી વિકાસ પામ્યો. આ કિલ્લાની એક સુંદર રાજકુમારી ત્યાના કાળા જાદુનાં મહાન માસ્ટરનાં નજરમાં આવી જાય છે. આ રાજકુમારીનું નામ રત્નાવતી છે અને તાંત્રિકનું નામ સિંધુ સેવડા કહેવાય છે.

ચારેકોર પર્વતોથી ઘરેલાયેલા આ કિલ્લામાં શ્રેષ્ઠ શિલ્પકલાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કિલ્લામાં ભગવાન શિવ, હનુમાન વગેરેનાં શ્રેષ્ઠ અને અતિ પ્રાચિન મંદિરો આવેલા છે. આ કિલ્લાનાં કુલ પાંચ દ્વારા છે અને સાથો સાથ એક મુખ્ય દીવાલ છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અતિ પ્રાચિન કાળથી પોતાની યથા સ્થિતિમાં પડેલા છે.

ભાનગઢ કિલ્લો જે દેખાવે જેટલો સુંદર છે એટલું જ તેનું અતીત પણ ભયાનક છે. આપને જણાવી દઇએ કે ભાનગઢ કિલ્લા અંગે એક પ્રસિદ્ધ કહાની છે, જે અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી જે નામ અનુરૂપ ઘણી જ સુંદર હતી. વળી તેમના રૂપની ચર્ચા સમગ્ર રાજ્યમાં હતી અને સાથે જ દેશનાં ખુણે-ખુણેથી રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા ઇચ્છૂક હતા. વળી માત્ર 18 વર્ષની હતી અને તેમનું યૌવન તેમના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું. તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્નનાં પ્રસ્તાવ આવી રહ્યાં હતા.

એ દરમિયાન તે એક વાર કિલ્લામાં પોતાની સકીઓ સાથે બજારમાં નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક દૂકાને પહોચી અને અત્તરને પોતાના હાથોમાં લઇને તેની ખૂશ્બૂ લઇ રહી હતી. એ સમયે એ જ દૂકાનથી થોડેક દૂર એક સિંધિયા નામની વ્યક્તિ ઉભી રહી અને ધારી-ધારીને રાજકુમારીને જોઇ રહ્યો હતો.

સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીનાં રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માંગતો હતો. તેથી તેણે આ દુકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદૂ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાંખ્યું હતું.

રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકનાં એક પથ્થર પર ફેંકી દીધો. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઇ અને બધુ અત્તર એ પથ્થર પર ઢોળાઇ ગયું. ત્યાર બાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને મારી નાંખ્યો, જેનું ત્યાં જ મોત થઇ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લામાં રહેનારા તમામને મારી નાંખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઇ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે.

આ તાંત્રિકનાં મોતનાં થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યું થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કત્લેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે.

હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, કિલ્લાની ચારેકોર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઇએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને રોકાવાની મનાઇ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણી વાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.

આ કિલ્લામાં કત્લેઆમ કરવામાં આવેલા લોકોની આત્મા આજે પણ ભટકે છે. ઘણી વાર આ સમસ્યાથી લોકો રૂબરૂ થયા છે. એક વાર ભારત સરકારએ અર્ધસૈનિક દળોની એક ટૂકડી ત્યાં લગાવી હતી જેથી એ વાતનું સત્ય જાણી શકાય, પરંતુ તે પણ અસફળ રહ્યાં, ઘણા સૈનિકોએ આત્માઓ આ વિસ્તારમાં હોવાની પૃષ્ટિ કરી હતી. આ કિલ્લામાં આજે પણ જ્યારે તમે એકલા જશો તો તલવારોની ટનકાર અને લોકોની બૂમોને અનુભવી શકો છો. ઉપરાંત કિલ્લાની અંદરના રૂમોમાં મહિલાઓની રડવાનો અવાજ સાંભળવા મળે છે.

