ભારત બંધ/ ‘ભારત બંધ’ને અમદાવાદના રિક્ષા ચાલકોએ આપ્યું સમર્થન

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આજે મંગળવારે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે.

Gujarat Others
a 103 ‘ભારત બંધ’ને અમદાવાદના રિક્ષા ચાલકોએ આપ્યું સમર્થન

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આજે મંગળવારે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, ખેડૂત સંગઠનો દ્વારા પોતાની માંગને લઈને આપવામાં આવેલા ભારત બંધના એલાનને અમદાવાદના 10 હજારથી વધુ રિક્ષા ચાલકોએ સમર્થન આપ્યું છે. જેમાં શહેરના વિવિધ ઓટો રિક્ષા યુનિયનોએ આજે રિક્ષાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી, અતુલ શક્તિ રિક્ષા યુનિયન અને જાગૃતિ ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયને ભારત બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બંધ દરમિયાન દર્દીઓને મફતમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તેવું નક્કી કરાયું છે.

જો આમ છતાં કોઈ રિક્ષા રસ્તા પર જોવા મળશે, તો તેના ડ્રાઈવરને ગુલાબનું ફૂલ આપીને બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવશે.

બીજી તરફ મુસાફરો અને સામાન્ય નાગરિકોને હાલાકી ના ભોગવવી પડે, તે માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસોને રાબેતા મુજબ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બંધને સમર્થન આપી  સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ય એપીએમસી-માર્કેટયાર્ડ પણ બંધ રહેશે.વેપારી સંગઠનો ઉપરાંત કોંગ્રેસ,એનસીપી, આમ આદમી પાર્ટીએ પણ બંધના એલાનને સમર્થન આપી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે.

આ તરફ, ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. જોકે, બંધને પગલે કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારી રૂપે રાજ્ય ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરોને કાયદો વ્યવસૃથા જળવાઇ રહે તે માટે આદેશ આપ્યો છે.

ભારત બંધના એલાનને મહેસાણાની એક પણ APMCનું સમર્થન નથી. ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી APMC આજે ચાલુ રહેશે. તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી કરશે. ખેડૂતોના હિતમાં મહેસાણાની APMC ચાલુ રાખવામાં આવશે.

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…