Not Set/ ભારત કા દમ/ જાણી લો આવી વિનાશક છે ભારતની અણુ-સબમરીન “અરિહંત”

‘આઈએનએસ અરિહંત’અણુ-સબમરીન અરિહંત સબમરીનનું વજન ૬૦૦૦ ટન 112 મીટર લંબાઈની ઘરાવે છે 500 મીટરથી વધુ ઊંડાઈની ડૂબકી મારી શકતી છે અરિહંત પરમાણુ મિસાઈલનું વહન કરી શકે છે ૪ બે‌લેસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે છે અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાઇટર જેટ પણ ધરાવે છે 15 મિસાઇલ 750 કિમી સુધી હુમલો કરી શકે છે […]

Top Stories India
arihanta ભારત કા દમ/ જાણી લો આવી વિનાશક છે ભારતની અણુ-સબમરીન "અરિહંત"
  • ‘આઈએનએસ અરિહંત’અણુ-સબમરીન
  • અરિહંત સબમરીનનું વજન ૬૦૦૦ ટન
  • 112 મીટર લંબાઈની ઘરાવે છે
  • 500 મીટરથી વધુ ઊંડાઈની ડૂબકી મારી શકતી છે
  • અરિહંત પરમાણુ મિસાઈલનું વહન કરી શકે છે
  • ૪ બે‌લેસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે છે
  • અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાઇટર જેટ પણ ધરાવે છે
  • 15 મિસાઇલ 750 કિમી સુધી હુમલો કરી શકે છે
  • અરિહંતની ક્ષમતા 750 કિમી અને 3500 કિમી છે

અણુશસ્ત્રોનું વહન કરી શકે એવી ન્યુક્લિઅર મિસાઈલ! પરમાણુ હથિયારનું નામ પડે એટલે કેટલાક લોકોને ‘વિશ્વ શાંતિ’ની ચિંતા થઇ આવે છે. પણ શાંતિની જાળવણી અને સ્વ-રક્ષા માટે પણ આપણે પોતે શક્તિશાળી હોવું, એ પહેલી શરત છે. કેમ કે હાલના તબક્કે, દુનિયાભરમાં પરમાણુ-મારક ક્ષમતા ધરાવનાર દેશો માત્ર નવ છેઆપણા નૌકાદળ પાસે ‘INS અરિહંત’ જેવી અણુ-સબમરીન છે, અનેક ખૂબીઓ ધરાવતી અને ‘INS અરિહંત’ 112 મીટર લંબાઈની, 500 મીટરથી વધુ ઊંડાઈની ડૂબકી મારી શકતી અરિહંતને રક્ષા-વિશેષજ્ઞો ‘બ્લેક મોન્સ્ટર ઓફ્ ધી સી’ તરીકે પણ ઓળખે છે.

સબમરીન પાણીની અંદર રહીને મુસાફરી કરી શકતી હોવાને કારણે દુશ્મનની નજરથી બચી શકે છે, પણ દરેક સબમરીનને સમયાંતરે, તાજી હવા મેળવવા દરિયાની સપાટી પર આવવું જ પડે છે. આ મુદ્દે આપણી ‘અરિહંત’ ખરેખર ‘માસ્ટર પ્લેયર’ છે! અરિહંતની મુખ્ય તાકાત છે એના ન્યુક્લિઅર પ્રોપલ્શન્સ છે. અરિહંતના પ્રોપલ્શન્સમાં રહેલા ન્યુક્લિઅર રિએક્ટર, દરિયાના પાણીને જ ગરમ કરીને તેમાંથી ઊંચું તાપમાન ધરાવતી વરાળ પેદા કરી શકે છે. આ વરાળ ટર્બાઈન જનરેટર્સને ચલાવે છે, જે સબમરીન અને પ્રોપેલરને વીજળી પૂરી પાડે છે. આ આખી પ્રક્રિયા દરમિયાન ક્યારેય પણ ‘બહાર’થી ઓક્સિજન મેળવવાની જરૂર રહેતી નથી.પરિણામે અરિહંત ખૂબ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે. ઉપરાંત તેના પ્રોપેલ્શન્સ ઉપર રબરનું દ્વિ-સ્તરીય આવરણ ચડાવેલું હોય છે. જે અવાજની માત્રને ન્યુનતમ કરી નાખે છે, પરિણામે ભલભલા સોનાર યંત્ર પણ અરિહંતને આસાનીથી પકડી પાડે એ વાતમાં માલ નહિ! આવી ખૂબી ધરાવે છે અરિહંત

arihanta.jpg1 ભારત કા દમ/ જાણી લો આવી વિનાશક છે ભારતની અણુ-સબમરીન "અરિહંત"

ભારત સમુદ્રમાં પણ ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થઇ ગયું છે. આઇએનએસ અરિહંત સબમરીનનું વજન 6000 ટન છે. આઇએનએસ અરિહંત હવે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર છે. આ સબમરીનમાં મિસાઇલ પણ સામેલ કરવામાં આવી છે, જેની ક્ષમતા 750 કિમી અને 3500 કિમી છે એટલે કે સમુદ્રમાં પણ જો કોઇ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો આ સબમરીન હુમલા માટે સક્ષમ છે. 15 જેટલી મિસાઇલ 750 કિમી સુધી હુમલો કરી શકશે, જ્યારે 4 બે‌લેસ્ટિક મિસાઇલ 3500 કિમી સુધી હુમલો કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. આઈએનએસ અરિહંત હવામાં, પાણીમાં અને જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ચીન સહિત અનેક દેશો તેની પ્રહાર રેન્જમાં આવી ગયા છે. ભારત જમીનથી પ્રહાર કરનાર અગ્નિ મિસાઈલ્સ ઘણા લાંબા સમયથી ધરાવે છે. આ ઉપરાંત અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાઇટર જેટ પણ ધરાવે છે.

arihanta.jpg2 ભારત કા દમ/ જાણી લો આવી વિનાશક છે ભારતની અણુ-સબમરીન "અરિહંત"

સબમરીનની રેસમાં હવે ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ અને રશિયાની હરોળમાં આવી ગયું છે. પરમાણુ સબમરીન માટે ભારતે 1970થી પ્રયાસો શરૂ કરી દીધા હતા, જોકે તેનું નિર્માણ 1990ના દાયકામાં શરૂ થયું હતું. આઇએનએસ અરિહંત એવા વિસ્તારમાં તહેનાત છે જ્યાંથી દુશ્મનો અણુ હુમલો કરવાની ધમકી આપતા હોય છે. ભારત આટલેથી અટકવાનું નથી. હજુ અરિહંત જેવી બીજી છ સબમરીન બનાવવાની તૈયારીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.