Banaskantha/ ડીસાના જાણીતા જીવદયાપ્રેમી ભરત કોઠારીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની રાજપુર- ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન અને રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર પાસે અકસ્માત નડયો હતો.

Gujarat Others
a 383 ડીસાના જાણીતા જીવદયાપ્રેમી ભરત કોઠારીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા

ડીસાના જાણીતા જીવદયાપ્રેમીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અકસ્માતની ઘટનામાં એકસાથે ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ડીસા સહિત પાંજરાપોળ સંચાલકો અને જીવદયા પ્રેમીઓમાં મજબૂત સાથી ગુમાવ્યો હોવાની ખોટ પડી છે. તાજેતરમાં પાંજરાપોળ માટે લડત ચલાવ્યાંને ગણતરીના દિવસોમાં ભરત કોઠારીનું મોત થતાં શોકમગ્ન સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની રાજપુર- ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન અને રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર પાસે અકસ્માત નડયો હતો. માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી સહિત ત્રણ વ્યક્તિના મોત થતાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. પાંજરાપોળ સંચાલકોના આગેવાન અને બનાસકાંઠાના પ્રથમ હરોળના જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીના મોતથી જિલ્લાભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

a 384 ડીસાના જાણીતા જીવદયાપ્રેમી ભરત કોઠારીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક ભરતભાઇ કોઠારીએ તાજેતરમાં કોરોના કાળમાં પાંજરાપોળ સંચાલકોની કફોડી હાલત અંગે આંદોલન સહિત લડત ચલાવી હતી અને રાજ્ય સરકાર સમક્ષ પાંજરાપોળો અને ગૌશાળા ઓની વેદના અંગે ભરત કોઠારીએ વાચા આપી હતી. જેથી રાજ્ય સરકારે પશુ દીઠ સહાય મંજુર કરી હતી. જોકે તેના ગણતરીના દિવસોમાં મોત થતાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ, ગૌશાળા અને ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.

પ્રખર જીવદયા પ્રેમી અને અબોલ જીવોના મસીહા ગણાતા ભરતભાઇ કોઠારીના અકાળે નિધનથી પંથકે એક બાહોશ અને નીડર યોદ્ધા ગુમાવ્યો છે. તેથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાં પણ શોકની લાગણી છવાઈ છે. જ્યારે જીવદયા પ્રેમીઓએ તેમના આકસ્મિક નિધનથી આઘાતનો આંચકો અનુભવ્યો છે. મોટા ગજાના જીવદયા પ્રેમીના નિધનથી ખાલીપો સર્જાયો છે. તેથી કરુણ ઘટનાને લઈ બનાસવાસીઓના હૈયા હચમચી ઉઠ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…