Jasdan/ જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત 

જસદણ તાલુકાના ખારચીયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Gujarat Others
સંકલ્પ યાત્રા

જસદણ તાલુકાના ખારચીયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો તેમજ લાભાર્થીઓને યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ આ સંકલ્પ યાત્રાનું રથનું ખારચિયા ખાતે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

4 28 જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત 

ત્યારબાદ ત્યાના તાલુકા હેલ્થ ઓફિસર સી કે રામ એ જણાવ્યું હતું કે સરકારની આવી વિવિધ યોજના આવતી હોય છે અને તેમાં પાત્રતા ધરાવતા દરેક વર્ગના લાભાર્થીઓને તેનો લાભ મળી શકે છે તે માટે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજના જે આવે છે તેનો તમામ લોકોએ અચૂક લાભ લેવો જોઈએ.

WhatsApp Image 2023 12 18 at 5.16.44 PM જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત 

એટલું જ નહિ આગળ તેમને કહ્યું કે આયુષ્યમાન કાર્ડ જેવી યોજના જે લોકોને આરોગ્ય કેન્દ્ર દ્વારા વિના મૂલ્ય આપવામાં આવે છે આવી દરેક યોજનાનો લોકોએ લાભ લેવો જોઈએ. હાલમાં 10 લાખ સુધીની દવાખાનામાં સેવા વિના મૂલ્ય આપવામાં આવે છે.

આટકોટ જીલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા. તેમજ ભાજપના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા ખારચીયાનાં સરપંચ મગનભાઈ સહિત વહીવટ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન મારફત દવા છટકાવવાનું માહિતી આપવામાં આવી હતી તેમજ ઉજાલા યોજના સહિતના વિવિધ સ્ટોલ નાં વિભાગો ઉભા કરાયેલા હતાં.


whatsapp ad White Font big size 2 4 જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત 


આ પણ વાંચો:અમદાવાદ/ચાંદલોડિયામાં 29 વર્ષીય મહિલાએ નોંધાવી ફરિયાદ, સાસરિય પર લગાવ્યો આ આરોપ

આ પણ વાંચો:સાયબર ક્રાઇમ/ઇ-ટાસ્ક ફ્રોડના નામે રૂ. 20 લાખની છેતરપિંડી આચરનાર ગુજરાતમાંથી ઝડપાયો

આ પણ વાંચો:Human traffiking/વિદેશ જવાની ગુજરાતીઓની ઘેલછાનો લાભ ઉઠાવે છે માનવ તસ્કરો