દુર્ઘટના/ ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા એકનું મોત થયુ છે. ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો.

Top Stories Gujarat Others
Untitled 144 13 ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા એકનું મોત થયુ છે. ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. ઘટનાને પગલે અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળમાં દબાતા મોત થયુ છે. ભરૂચ મામલતદાર કચેરીની સામે આ ઘટના બની છે.  ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા છે. નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18 નો કેટલો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં મકાનનો ભાગ ધરાશાયી થતા દબાઈ જતા એકનું મોત થયુ છે. તથા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે. ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળમાં દબાઈ જતા મોત થયુ છે. જેમાં પરિવારમાં મોતથી શોકનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. પાલિકા દ્વારા જર્જરિત ઈમારતોના માલિકોને નોટીસ આપવામા આવે છે. પરંતુ તંત્ર કડક કાર્યવાહી ન થતા મકાન માલિકો તેને ગંભીરતાથી લેતા નથી જેના પરિણામે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ ઘટના બાદ જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.

ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા તાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું.

ખાસ વાત છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા દરવર્ષે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં જર્જરિત ઈમારતોના માલિકોને મકાન ખાલી કરીને ઉતારી લેવા નોટિસ અપાય છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પોતાની જવાબદારૂ પૂર્ણ થઈ ગઈ હોવાનું માનીને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો વાતને ગંભીરતાથી લઈને બિલ્ડિંગ ખાલી કરાવે તો આ પ્રકારની દુર્ઘટના થતા અટકાવી શકાઈ હોત.

આ પણ વાંચો:સ્વતંત્રતા પર્વના દિવસે અંબાજીમાં રાજકોટના માઇ ભક્તે કર્યું સોનાનું દાન

આ પણ વાંચો:વર્ષોથી સુરતના અઠવાગેટની એક ઓળખ બની ગયેલું પ્લેન હટાવાયું, જાણો કારણ

આ પણ વાંચો:મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચો:બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા