Not Set/ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભરૂચનાં ત્રણ શુટરો ઝળક્યા

ભરૂચમાં કાર્યરત રાઈફલ ઍસોસિએશનમાં તાલીમ મેળવતા સ્પર્ધકો એ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભાગ લેતા ભરૂચનાં ત્રણ શૂટરો વિજેતા થતા ભરૂચનું નામ રોશન કર્યું છે. ત્યારે જીત મેળવનારા શૂટરોએ પણ આજની યુવા પેઢીઓને આ એકેડમી માં લાભ લેવા માટે અપીલ કરી છે. ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શૂટરોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યો છે. […]

Ahmedabad Gujarat
shooter અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભરૂચનાં ત્રણ શુટરો ઝળક્યા

ભરૂચમાં કાર્યરત રાઈફલ ઍસોસિએશનમાં તાલીમ મેળવતા સ્પર્ધકો એ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભાગ લેતા ભરૂચનાં ત્રણ શૂટરો વિજેતા થતા ભરૂચનું નામ રોશન કર્યું છે. ત્યારે જીત મેળવનારા શૂટરોએ પણ આજની યુવા પેઢીઓને આ એકેડમી માં લાભ લેવા માટે અપીલ કરી છે.

shooter2 અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભરૂચનાં ત્રણ શુટરો ઝળક્યા

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શૂટરોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યો છે. અમદાવાદમાં હાલમાં જ રમાયેલ કે.જી.પ્રભુ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પાર્થસિંહ રાજાવતે ૦.૧૭૭ એર પિસ્તોલ અંડર ૧૨ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. જ્યારે ખુશી ચુડાસમાએ ૦.૧૭૭ એર રાઈફલમાં અંન્ડર-19 માં સિલ્વર મેડલ મેળવેલ છે. ખુશી ચુડાસમાએ એક મહિનાનાં ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ટિસ કરી મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અંડર-૧૨ કેટેગરીમાં ઉત્કર્ષ રાજેશ પાંડેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉત્કર્ષ પાંડે છેલ્લા ત્રણ વર્ષથી રાઇફલ શૂટિંગનો અભ્યાસ કરે છે અને તે નેશનલ પ્લેયર છે.

shooter3 અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શૂટર સ્પર્ધામાં ભરૂચનાં ત્રણ શુટરો ઝળક્યા

આ ત્રણે શૂટરોએ આખા ગુજરાત રાજ્યની ડિસ્ટ્રિક્ટ લેવલની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવી, ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનનું નામ ઉજ્જવળ કર્યુ છે.