Not Set/ ભાવનગર : કૉંગો ફીવરે માથું ઊચકતા પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય

ભાવનગર અને સૌરાષ્ટ્રમાં કૉંગો ફીવરે માથું ઊચકતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર (જામડી ગામ) તથા ભાવનગર (કમરેજ)માં પશુપલાન સાથે સંકળાયેલા ત્રણ પરિવારમાં કુલ ચાર પૉઝિટિવ કેસ નોંધાયા છે. પશુઓનાં કારણે ફેલાતાં આ રોગને નાથવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય બન્યા છે. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીને તમામ પશુપાલકોના સર્ટિફિકેટ રજૂ કરવા […]

Top Stories Gujarat
કૉંગો ભાવનગર : કૉંગો ફીવરે માથું ઊચકતા પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય

ભાવનગર અને સૌરાષ્ટ્રમાં કૉંગો ફીવરે માથું ઊચકતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર (જામડી ગામ) તથા ભાવનગર (કમરેજ)માં પશુપલાન સાથે સંકળાયેલા ત્રણ પરિવારમાં કુલ ચાર પૉઝિટિવ કેસ નોંધાયા છે.

પશુઓનાં કારણે ફેલાતાં આ રોગને નાથવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય બન્યા છે. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીને તમામ પશુપાલકોના સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું છે. આઠ દિવસમાં તમામ પશુપાલકોના સર્ટિફિકેટ રજૂ કરવાના આદેશની સાથે સર્ટિફિકેટ જમા ન કરાવનાર પાસે દૂધ નહીં ખરીદવા જણાવ્યું છે.

તંત્ર દ્વારા જિલ્લાના 668 ગામમાં પશુપાલકોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જરૂરી તકેદારી પણ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. ઠેર ઠેર દવાનો છંટકાવ અને લોકોને કૉંગો ફીવરથી બચવાના ઉપાયો વિગેરે જરૂરી સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.