Not Set/ ભાવનગર : ક્યાં સુધી તંત્રનાં વાંકે પ્રજા હાલાકી ભોગવશે…?

ભાવનગરમાં રોડ રસ્તાની  બિસ્માર હાલતને કારણે લોકોમાં ફાટી નિકળ્યો છે રોષ. છેલ્લા બે વર્ષથી રોડની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર  સ્થાનિકોના સહારે નથી આવ્યું. ક્યારે હવે આ રસ્તાનું સમારકામ કરવામાં આવશ, અને ક્યાં સુધી સ્થાનિકોને તંત્રના વાકે હાલાકી ભોગવવી પડશે. ભાવનગર છે કે જ્યાં સરકાર દ્વારા વિકાસની વાતો તો કરવામાં આવે છે.પરંતુ આ વાતો માત્ર […]

Gujarat Others
ભાવનગર ભાવનગર : ક્યાં સુધી તંત્રનાં વાંકે પ્રજા હાલાકી ભોગવશે...?

ભાવનગરમાં રોડ રસ્તાની  બિસ્માર હાલતને કારણે લોકોમાં ફાટી નિકળ્યો છે રોષ. છેલ્લા બે વર્ષથી રોડની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર  સ્થાનિકોના સહારે નથી આવ્યું. ક્યારે હવે આ રસ્તાનું સમારકામ કરવામાં આવશ, અને ક્યાં સુધી સ્થાનિકોને તંત્રના વાકે હાલાકી ભોગવવી પડશે.

ભાવનગર છે કે જ્યાં સરકાર દ્વારા વિકાસની વાતો તો કરવામાં આવે છે.પરંતુ આ વાતો માત્ર કાગળ પર રહી ગઇ છે. તંત્રના પાપે  સ્થાનિકોને બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવાનો વારો આવ્યો છે. કુંભારવાડામાં આવેલ સર્કલ થી ગાઢેચી ફાટક સુધીનો રોડ તદ્દન બિસ્માર બન્યો છે. આ રોડ એક તરફ અમદાવાદ -રાજકોટ જોડતું જંકશન છે.

તો છેલ્લા બે વર્ષ થી સર્કલથી ફાટક સુધીનો રોડની હાલત પણ ખરાબ બની છે. બે વર્ષ પહેલા રોડનું કામકાજ સુવર્ણીમ યોજનાની ગ્રાન્ટમાંથી અઢી કરોડના ખર્ચે મંજુર થયું હતું. અને જેને અડધો બનાવી છોડી દેવામાં આવ્યો છે. જેથી લોકોને હાલાકી ભોગવવી પડે છે

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ થી ગાઢેચી ફાટક સુધીનો રોડ છેલ્લા બે વર્ષ થી બિસ્માર બની ગયો છે. આ રોડ એક તરફ ભાવનગર રાજકોટ મુખ્ય હાઇવેને જોડતો જંકશન પણ છે અને બીજી તરફ સર્કલ પાસે પ્લાસ્ટિકના વેપારીઓની ફેક્ટ્રિઓ અને રહેણાંકી વિસ્તાર છે. ત્યારે આ રોડ અંગે વારંવાર રજુઆત કરવા છતાં મહાનગર પાલિકા તંત્ર દ્વારા બે વર્ષ થી રોડ બનાવ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભાવનગરમાં વિકાસની વાતો માત્ર ને માત્ર કાગળ પર થતી હોય તેમ શહેરના કુંભારવાડા વિસ્તાર કે જ્યાં પછાત અને મધ્યમ વર્ગના લોકો વસે છે. કુંભારવાડામાં આવેલ સર્કલ થી ગાઢેચી ફાટક સુધીનો રોડ તદ્દન બિસ્મર હાલતે બન્યો છે. આ રોડ એક તરફ અમદાવાદ રાજકોટ રોડને જોડતું જંકશન છે. અને બીજી બાજુ ભાવનગરના મોટા ઉદ્યોગો માં ના એક એવા પ્લાસ્ટિક ઉદ્યોગની મોટા ભાગની ફેક્ટરી કુંભારવાડામાં છે ત્યારે મહાનગર પાલિકાને શહેરના પોશ વિસ્તારો જ માત્ર વિકાસ માટે દેખાય છે અને છેલ્લા બે વર્ષ થી સર્કલ થી ફાટક સુધીનો રોડ ગામડાઓના રોડ કરતા પણ ખરાબ હાલતે બન્યો છે. આ રોડનું કામ અંદાજે બે વર્ષ પહેલાં સુવર્ણીમ યોજનાની ગ્રાન્ટ માંથી અઢી કરોડના ખર્ચે મંજુર થયું હતું. અને જેને અડધો બનાવી છોડી દેવામાં આવ્યો છે. અને અડધા રોડ માં પેવાર રોડ બનાવ્યો છે. અને બાકીનો અધૂરો મુક્યો છે જેને પગલે લોકોને પરેશાની વેઠવી પડી રહી છે.

કુંભારવાડા સર્કલ થી ગાઢેચી ફાટક સુધીના રોડ પર પ્લાસ્ટિક ઉદ્યોગોના વેપારીઓને ટ્રક લાવવા માં પણ મુશ્કેલી પડે છે. જે અંગે વેપારીઓ દ્વારા જાણવામાં આવ્યું કે મહાનગર પાલિકાના એન્જીનીયર, રોડ વિભાગ અને પદાધિકારીઓને વારંવાર લેખિત, રૂબરૂ અને ટેલિફોનિક રજુઆત કરવા છતાં કુંભારવાડા રોડ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી જયારે શહેરના સારા વિસ્તારોમાં તો તત્કાલ રોડ બનાવી દેવામાં આવે છે. કુંભારવાડામાં પછાત લોકો વસે છે. જેથી મહાનગર પાલિકા દ્વારા વાલા દવલાની નીતિ રાખમાં આવી રહી છે. હવે મહાનગર પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરી આ રોડ બનાવામાં આવે છે. વેપારી ધંધાને નડતી મુશ્કેલીઓ દૂર થાય.

કુંભારવાડામાં બિસ્માર બનેલા રોડ થી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે. જે મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાણવામાં આવ્યું હતું કે દિવાળી બાદ આ રોડનું કામ હાથ ધરવામાં આવશે. કુંભારવાડા સર્કલ થી ગાઢેચી રોડ પર અનેક દબાણો ખાડકાયેલા છે તેને હટાવી રોડ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવશે અને બાદ માં આરસીસી રોડ બનાવામાં આવશે. પરંતુ આજે પણ પરિસ્થિતી ઠેર ની ઠેર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના ભરતનગર વિસ્તારમાં કે જે પોષ વિસ્તાર માં ગણાય છે ત્યાં હાલ માં જ મેગા ડીમોલેશન કરી રોડ માટે કામ શરૂ કરાયું છે. જ્યારે પછાત ગણાતા કુંભારવાડામાં રોડનું કામ અઢી કરોડની ગ્રાન્ટ થી શરૂ તો કરાયું હતું પણ બાદ માં અધૂરું મૂકી દેવામાં આવ્યું છે ત્યારે લોકોમાં ચર્ચા જાગી છે કે આ અડધો રોડ કેમ કરવામાં નથી આવતો શું આ રોડ માં કોઈ મોટું કૌભાંડ થયું છે ? આ રોડના પૈસા ગયા ક્યાં ? અનેક સવાલો લોકો મહાનગર પાલિકા સામે ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.