Not Set/ બાયડ બેઠકનાં અપક્ષ ઉમેદવાર રાજેશ ખાંટની ફરિયાદ,  સરકાર મને …. 

ગુજરાતમાં આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાક ને ક્યાક પાર્ટી અંદર થી દરેલી દેખાઈ રહી છે અને આની પાર્ટીના ઉમેદવાર ને ચૂંટણી પ્રચારમાં થી ધ્યાન ભટકાવી ને બીજે વ્યસ્ત કરવાના પણ પ્રયાસ કરવામાં […]

Gujarat Others Politics
બાયડ બાયડ બેઠકનાં અપક્ષ ઉમેદવાર રાજેશ ખાંટની ફરિયાદ,  સરકાર મને .... 

ગુજરાતમાં આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ક્યાક ને ક્યાક પાર્ટી અંદર થી દરેલી દેખાઈ રહી છે અને આની પાર્ટીના ઉમેદવાર ને ચૂંટણી પ્રચારમાં થી ધ્યાન ભટકાવી ને બીજે વ્યસ્ત કરવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આવી જ એક ઘટના અરવલ્લીની બાયડ બેઠક પર બની છે. બાયડ બેઠકના અપક્ષ ઉમેદવાર રાજેશ ખાંટના નિવાસસ્થાનન અને ફેકટરી પર જીએસટી અને આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. તો સાથે સાથે તેમના અમદાવાદ વસ્ત્રાલ ખાતેના નિવાસસ્થાને પણ રેડ પાડવામાં આવી છે. રાજેશ ખાંટની  લક્ષ્મી ટેક્ષટાઇલ્સમાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે રાજેશ ખાંટે આક્ષેપ કરતાં જણાવ્યું કે રાજકીય કિન્નાખોરી રાખી આ રેડ પડાવવામાં આવી છે, વધુમાં રાજેશ ખાંટે જણાવ્યુ હતું કે  સરકાર દ્વારા મને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મારા પરિવારને પણ  ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.