Gujarat/ ભાવનગર મહાનગરપાલિકાના ટેક સુપરિન્ટેન્ડેન્ટની પોલીસે કરી અટકાયત, આ છે મુખ્ય કારણ

મહાનગરપાલિકા જન્મ-મરણ વિભાગમાં બોગસ દાખલા ઇશ્યૂ કરવામાં આવતા હોવાને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી છે. ત્યારે વર્ષ 2019 માં આ મામલે વધુ એક દાખલો કાઢી દીધો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ભરતનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા અંગે બોગસ દાખલો કાઢી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી.

Gujarat Others
a 293 ભાવનગર મહાનગરપાલિકાના ટેક સુપરિન્ટેન્ડેન્ટની પોલીસે કરી અટકાયત, આ છે મુખ્ય કારણ

ભાવનગર મહાનગરપાલિકામાં ટેક સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીની પોલીસે અટકાયત કરી હતી. બોગસ જન્મના દાખલાનો ઈશ્યુ કરવાના કેસમાં ભાવનગર ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ રમેશભાઈ હાવલિયાના અક્ષર સાબિત થતાં પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરાઈ. ભાવનગર મહાનગરપાલિકામાં બોગસ જન્મના દાખલા બતાવવાની ફરિયાદો સમયાંતરે ઊઠે છે.

ત્યારે સગીરા સાથે લગ્ન કરાવવા પ્રેમીએ પુખ્તવયની દર્શાવવા બોગસ દાખલાઓ મેળવ્યા બાદ સગીરાની માતાએ સ્કૂલ લિવિંગ રજૂ કરી અને આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા તમામ મામલે ગાંધીનગર ખાતે દસ્તાવેજી પુરાવા અને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવતા ભાવનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ટેક્સ સુપરિન્ટેન્ડન્ટએ કર્યા હોવાનું સાબિત થતાં ભરત lનગર પોલીસ મથક દ્વારા અધિકારીને શરૂ નોકરીએ અટકાયત કરી હતી.

મહાનગરપાલિકા જન્મ-મરણ વિભાગમાં બોગસ દાખલા ઇશ્યૂ કરવામાં આવતા હોવાને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી છે. ત્યારે વર્ષ 2019 માં આ મામલે વધુ એક દાખલો કાઢી દીધો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ભરતનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા અંગે બોગસ દાખલો કાઢી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી.

જે ફરિયાદના આધારે તંત્ર દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવતા તેમાં જાણવા મળ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઈસુ કરાયેલો દાખલો મહાનગરપાલિકા જન્મ વિભાગના જે તે સમયના સબ રજીસ્ટાર અને હાલમાં વ્યવસાય વેરાના સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી રમેશભાઈ સાવલિયાના અક્ષર હોવાનું બહાર આવ્યું હતું.

જે દસ્તાવેજી પુરાવાના આધારે ભાવનગર ભરતનગર પોલીસે ગાંધીનગર ખાતેથી ફોરેન્સિક લેબમાં થી રિપોર્ટ આવ્યા બાદ મનપાના અધિકારી રમેશ સાવલીયા ની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતા. મનપાના અધિકારી ની અટકાયત કરવામાં આવતા આ મામલો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો