Not Set/ અહીં કાલભૈરવ દાદાની માનતા રાખનાર શ્રદ્ધાળુની મનોકામના પૂરી થાય છે

આશરે અઢીસો વર્ષો પહેલાં જેતપુરવાસીઓ મરકી રોગની ઝપેટમાં આવી ગયા હતા.  જે રોગ થી પીડાતા લોકોને જોઈ અહીં વસતા લક્ષ્મણગિરિ બાપુએ પોતે લઈને સમાધિ લીધી. જે બાદ ભીડ ભંજન મહાદેવની ખ્યાતિ વધી ગઈ.

Dharma & Bhakti
ભીડભંજન મહાદેવ

શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. દરેક શિવાલયોમાં શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ જોવા મળી હોય છે. ત્યારે જેતપુર નજીક આવેલા ભીડભંજન મહાદેવ ના દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વર્ષો જૂના ભીડ ભંજન મહાદેવનું શું છે મહત્વ આવો જોઈએ…

જેતપુરથી આશરે 8 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં અને ગાલોરિયા નદી સમીપે  આવેલું ભીડભંજન મહાદેવ નું મંદિર જે મંદિર ઘણું પૌરાણિક છે. કહેવાય છે કે વર્ષો પહેલાં જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા રજવાડાઓ હતા. એ સમયે ભીડ ભંજન મહાદેવ દરબારોના કૂળદેવતા તરીકે પૂજાતા હતા. આમ તો આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. જો કે લોકોને 300 વર્ષનો ઈતિહાસ યાદ છે. 300 વર્ષ પહેલાં અહીં ગિરનારથી લક્ષ્મણગિરિ બાપુ આવ્યા. જેમણે અહીં કાલભૈરવ દાદાની ડેરીની સ્થાપના કરી અને વસવાટ કર્યો.  ત્યાર બાદ શાંતિનાથ બાપુએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. અને ત્યાર બાદ મંદિર વધુ જાણીતું બન્યું….

એવું કહેવાય છે કે આશરે અઢીસો વર્ષો પહેલાં જેતપુરવાસીઓ મરકી રોગની ઝપેટમાં આવી ગયા હતા.  જે રોગ થી પીડાતા લોકોને જોઈ અહીં વસતા લક્ષ્મણગિરિ બાપુએ પોતે લઈને સમાધિ લીધી. જે બાદ ભીડ ભંજન મહાદેવની ખ્યાતિ વધી ગઈ. લોકોનું માનવું છે કે ભીડ ભંજન મહાદેવ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર શાંતિનાથ બાપુએ અહીં કાલભૈરવ દાદાની તપસ્યા કરીને અને તેમનો સાક્ષાત્કાર કર્યો હોવાનું મનાય છે. ત્યારે કાલભૈરવ દાદાની માનતા રાખનાર શ્રદ્ધાળુની માનતા પૂરી થાય તેવું લોકોનું કહેવું છે.  અત્યારે અહીં કમલનાથજી બાપુ મંદિરનો વહીવટ સંભાળી રહ્યા છે. શ્રાવણ મહિનાના દર સોમવારે આમ તો મેળો ભરાય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે મેળો રદ કરવામાં આવ્યો છે.

ધર્મ વિશેષ / આવો જાણીએ શ્રી કૃષ્ણના શરીરના અદભૂત રહસ્યો