Not Set/ ભુજ  : અકસ્માતમાં એક જ ગામના ૯ યુવાનોના મોત , કારના ઉડયા ફુરચા

ભુજ, આજે  ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના ૯ યુવાનોની અર્થી ઉઠી હતી .આ બનાવના લીધે આખું ગામ શોકાતુર થઇ ગયું છે.આજે ગામ આખું  સજ્જડ બંધ રહ્યું છે . મૃતકો રાજકોટ અને જેતપુરના વતનીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો ઉત્તરાયણની રજાઓમાં કચ્છમાં ફરવા આવ્યા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. કચ્છમાં ઉત્તરાયણનો દિવસ ભારે […]

Gujarat
8 1515941530 ભુજ  : અકસ્માતમાં એક જ ગામના ૯ યુવાનોના મોત , કારના ઉડયા ફુરચા

ભુજ,

આજે  ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના ૯ યુવાનોની અર્થી ઉઠી હતી .આ બનાવના લીધે આખું ગામ શોકાતુર થઇ ગયું છે.આજે ગામ આખું  સજ્જડ બંધ રહ્યું છે .

મૃતકો રાજકોટ અને જેતપુરના વતનીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો ઉત્તરાયણની રજાઓમાં કચ્છમાં ફરવા આવ્યા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

કચ્છમાં ઉત્તરાયણનો દિવસ ભારે ગમગીની ભર્યો બની રહ્યો હતો. ખાવડા વિસ્તાર પાસે એક ખાનગી લક્ઝરી બસ અને મારુતિ ઈકો કાર વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો ધોરાજીના પટેલ યુવાનો હોવાનું પ્રાથમીક માહિતીમાં જાણવા મળ્યું છે. મૃતકોને ભુજની હોસ્પીટલમાં ખસેડાયા છે. મૃતકોમાં મોટાભાગના યુવાનો હતા.

ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ઈકો કારમાં બેસેલાં લોકોનો સમાવેશ થાય છે. ભુજની હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5.40 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકો રાજકોટના ધોરાજીના હોવાનું જણાવાયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે JCBની મદદ લેવાઈ હતી. મૃતકના પરિવારજનો હાલ હોસ્પિટલ પહોચી ગયા છે.

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે આ અકસ્માતમાં તમામ યુવાનો ધોરાજી નજીકના મોટા ગુંદાળા ગામના પટેલ પરિવારના છે.તેઓ ગઈ કાલે સવારે  9:30 વાગ્યે કચ્છ ફરવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આજે સાંજે 5:30 વાગ્યે અકસ્માત થતા કારમાં સવાર તમામ 9 પટેલ યુવાનોના મોત થયા હતા. આ અકસ્માતમાં 6 પરિવારોએ તેમના એકના એક પુત્રને ગુમાવવાનો વારો આવ્યો.

અકસ્માતમાં મોતને ભેટેલો ધોરાજીના મોટા ગુંદાળાના રજનીકાંતભાઇ બાંભરોલિયાનો દિકરો હાર્દિક આવનાર 22 જાન્યુઆરીના રોજ પ્રભુતામાં પગલા માંડવાનો હતો.

અકસ્માતનો ભોગ બનેલા 9 પટેલ યુવાનો

-હાર્દિક રજનીકાંત બાંભરોલિયા

-રાજ સેંજલિયા
-જયદીપ બૂટાણી
-પ્રશાંત સાકળીયા
-પિયુષ ખોખર
-ગૌરવ કોટડીયા
-વિજય ડોબરીયા