Panchmahal/ કાલોલ શહેરમાં નવી કોર્ટનું ડીસ્ટ્રીક સેશન્સ જજ નાં હસ્તે ભૂમિપૂજન

કાલોલ શહેરમાં રવિવારે દીવાની તેમજ ફોજદારી કોર્ટના નવા મકાનનું શાસ્ત્રોક્ત વિધિપુર્વક ભૂમિપૂજન ગોધરાના ડીસ્ટ્રીક એન્ડ પ્રિન્સિપલ સેશન્સ જજ જે.આર.શાહનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

Gujarat Others
police attack 83 કાલોલ શહેરમાં નવી કોર્ટનું ડીસ્ટ્રીક સેશન્સ જજ નાં હસ્તે ભૂમિપૂજન

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

કાલોલ શહેરમાં રવિવારે દીવાની તેમજ ફોજદારી કોર્ટના નવા મકાનનું શાસ્ત્રોક્ત વિધિપુર્વક ભૂમિપૂજન ગોધરાના ડીસ્ટ્રીક એન્ડ પ્રિન્સિપલ સેશન્સ જજ જે.આર.શાહનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

police attack 84 કાલોલ શહેરમાં નવી કોર્ટનું ડીસ્ટ્રીક સેશન્સ જજ નાં હસ્તે ભૂમિપૂજન

ઉપરાંત હાલોલ કોર્ટનાં જજ એચ.એચ.ઠક્કર, એલ. જી.ચુડાસમા અને એસ.વી. શર્મા જેવા જજો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કાલોલનાં સિવિલ જજ એમ.એ. પંડ્યા, એડીશનલ જજ પી.એસ. શાહ અને જે.એસ.મેહતા સહિત કાલોલ વકીલ મંડળનાં પ્રમુખ જીગ્નેશ જોશી સહિત કાલોલનાં વકીલ મંડળનાં તમામ હોદ્દેદારો તેમજ વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર એન.સી. ભટ્ટ પણ હાજર રહ્યા હતા. અત્રે કાલોલ કોર્ટનું નવું મકાન જરૂરીયાત મુજબ અંદાજીત રૂ. 5.25 કરોડનાં ખર્ચે અદ્યતન સુવિધાઓ યુક્ત બનાવવામાં આવશે.

police attack 85 કાલોલ શહેરમાં નવી કોર્ટનું ડીસ્ટ્રીક સેશન્સ જજ નાં હસ્તે ભૂમિપૂજન

જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ બાંધવામાં આવશે. આ ઉપરાંત આર.સી.સી રોડ અને ચારે તરફ ખુલ્લી જગ્યામાં વૃક્ષો પણ વાવવામાં આવશે. જે અંતર્ગત ભૂમિપૂજન પછી તમામ જજનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજના ભૂમિપૂજનનાં સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ કાર્યપાલક ઈજનેર અને કાલોલ બાર એસોસીએશન અને સિવિલ કોર્ટનાં સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

Political / હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું

Ahmedabad: મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

Aravalli: મોડાસાનાં અરમાન શેખે અંડર 15 બોઈઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેળવ્યો સિલ્વર મેડલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો