Not Set/ બિડન વિજેતા ઘોષિત, ટ્રમ્પ હાર માનવા નથી તૈયાર, કહ્યુ-મારી થઇ છે જીત

યુ.એસ. રાષ્ટ્રપતિ ચૂંટણી-2020 માં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડને જીત મેળવી છે. જો બિડન અમેરિકાનાં 46 માં રાષ્ટ્રપતિ બનશે. જો બીડનની જીત બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજી હાર માનવા તૈયાર નથી.

World
asdq 2 બિડન વિજેતા ઘોષિત, ટ્રમ્પ હાર માનવા નથી તૈયાર, કહ્યુ-મારી થઇ છે જીત

યુ.એસ. રાષ્ટ્રપતિ ચૂંટણી-2020 માં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડને જીત મેળવી છે. જો બિડન અમેરિકાનાં 46 માં રાષ્ટ્રપતિ બનશે. જો બીડનની જીત બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજી હાર માનવા તૈયાર નથી. બિડનની જીતની ઘોષણા પછી, લગભગ પાંચ કલાક મૌન રહેનારા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે, તેમને 7.10 કરોડ માન્ય વોટ મળ્યા છે, તેથી તેમણે આ ચૂંટણી જીતી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા તેમના પર મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, નિરિક્ષકોને મતોની ગણતરીનાં રૂમમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવી. મેં આ ચૂંટણી જીતી છે અને મને 7.10 કરોડ માન્ય મતો મળ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘણી ખોટી વાતો થઈ છે, જેને નિરીક્ષકોને જોવાની મંજૂરી નહોતી. આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. લોકોને લાખો મેલ-ઇન બેલેટ્સ મોકલવામાં આવ્યા છે, જેની તેઓએ ક્યારેય માંગ નહોતી કરી. અન્ય એક ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું કે, “7.10 કરોડ માન્ય મતો… એક રેકોર્ડ મત છે કે રાષ્ટ્રપતિને ચૂંટણી દરમિયાન મળ્યા હોય.”

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ યુ.એસ. ચૂંટણી દરમિયાન મેલ-ઇન બેલેટ્સની ગણતરી પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે મતદાન દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જવું પણ પડકાર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, આ ચૂંટણીમાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી છે. જાહેરમાં છેતરપિંડી થઇ છે… તેથી તેનો નિર્ણય દેશની સુપ્રીમ કોર્ટમાં લેવામાં આવશે. જીત પછી, જો બિડને ટ્વીટ કરીને કહ્યું, અમેરિકા, તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યોં છે, તે મારા માટે સન્માનની વાત છે. શનિવારે (07 નવેમ્બર), યુ.એસ. મીડિયા સંગઠનો તરફથી મળેલા અહેવાલોએ દાવો કર્યો હતો કે જો બિડનએ યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં કડક લડતમાં તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા હતા.

સીએનએનના અહેવાલ મુજબ, પેનસિલ્વેનીયા રાજ્ય જીત્યા બાદ 77 વર્ષીય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડન યુનાઇટેડ સ્ટેટ્સનાં 46 માં રાષ્ટ્રપતિ બનશે. આ રાજ્યમાં તેમની જીત પછી, બિડનને 270 કરતાં વધુ ‘ઇલેકટોરરલ કોલેજ વોટ’ મળ્યા જે વિજય માટે જરૂરી હતા. પેન્સિલવેનિયામાં 20 મતદાર મતો સાથે, બિડન પાસે હવે કુલ 273 ઇલેક્ટોરલ વોટ થઇ ગયા છે.