Not Set/ બાઇડેને રશિયા સામે લગાવ્યા આર્થિક પ્રતિબંધ પરંતુ નાટોનું સૈન્ય યુક્રેન જશે નહીં

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેડનું નિવેદન સામે આવ્યું છે. બાઇડને ટ્વિટ કરીને ઉલ્લેખ કર્યો છે કે, રશિયા સામે કોઇ પણ પ્રકારના કડકાઇ ભરેલા પગલા માટે તૈયાર છીએ

Top Stories World
13 23 બાઇડેને રશિયા સામે લગાવ્યા આર્થિક પ્રતિબંધ પરંતુ નાટોનું સૈન્ય યુક્રેન જશે નહીં

બાઈડેનનું નિવેદન
યુક્રેન-રશિયા વિવાદ પર બાઈડેનનું ટ્વીટ
રશિયા સામે કડક નિયંત્રણો માટે તૈયાર છે G-7 દેશો
G-7 સાથે બાઈડેનની બેઠકમાં સહમતિ
પુતિને યુક્રેન સાથે અન્યાય કર્યો

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેડનું નિવેદન સામે આવ્યું છે. બાઇડને ટ્વિટ કરીને ઉલ્લેખ કર્યો છે કે, રશિયા સામે કોઇ પણ પ્રકારના કડકાઇ ભરેલા પગલા માટે તૈયાર છીએ. રશિયા સામે કડક નિયંત્રણો માટે G-7 દેશો એક સાથે ઉભા રહે છે. બાઇડને એક બેઠક બોલાવી હતી જેમાં G-7 દેશોનો પુર્ણ રીતે સહકાર મળી રહ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પુતિને યુક્રેન સાથે અન્યાય કર્યો છે.

વધુમાં અમેરીકના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે રશિયા પર સમગ્ર રીતે આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવેશે. પરંતુ સૈન્યની કોઇ પણ રીતે મદદ કરવામાં આવશે નહીં. નાટોના દેશો યુક્રેનને સૈન્ય મદદ નહીં કરે. વધુમાં  બાઇડેને કહ્યું હતુ કે કોઇ પણ દેશ પર જબરદસ્તી અંકુશ કરી શકાય નહીં. રશિયાની ચાર બેન્કો સહિત અનેક મોટી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર વિશ્વની નજર જે વાત પર હતી તે જો બાઇડેને કરી નથી. આર્થિક રીતે પ્રતિબંધની વાત છે પરંતુ સૈન્યની મદદ માટે પીછે પાની કરી છે. જેનો અર્થ સ્પષ્ટ થાય છે કે યુક્રેને રશિયા સાથે જાતે જ લડવુ પડશે. તેની પડખે અન્ય કોઇ પણ દેશ ઉભો નથી.