Cricket/ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ફટકો, વર્લ્ડ કપ માટે ભારતના વિઝા ન મળ્યા

પાકિસ્તાનની બ્લાઈન્ડ ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શકશે નહીં. તેના વિઝા ભારતે રિજેક્ટ કરી દીધા છે. બ્લાઈન્ડ ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CABI)ના પ્રમુખ જીકે મહંતેશે આ માહિતી આપી છે.

Top Stories Sports
1 89 પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ફટકો, વર્લ્ડ કપ માટે ભારતના વિઝા ન મળ્યા

 pakistan: પાકિસ્તાનની બ્લાઈન્ડ ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શકશે નહીં. તેના વિઝા ભારતે રિજેક્ટ કરી દીધા છે. બ્લાઈન્ડ ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CABI)ના પ્રમુખ જીકે મહંતેશે આ માહિતી આપી છે. આ ટુર્નામેન્ટ 5 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન નવ શહેરોમાં આયોજિત કરવામાં આવી રહી છે.

 

 

જીકે મહંતેશે  જણાવ્યું કે ‘પાકિસ્તાનના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેઓ વર્લ્ડ કપમાં ભાગ લેવા નથી આવી રહ્યા. અમે ઘણી કોશિશ કરી પણ સફળ ન થયા. તે આપણા હાથમાં નથી. આ સરકારનો નિર્ણય છે. ટૂર્નામેન્ટમાં ભારતે તેની પ્રથમ મેચમાં નેપાળને 274 રને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન મેચ પણ 7 ડિસેમ્બરે યોજાવાની હતી, પરંતુ હવે આ શક્ય બનશે નહીં. પીબીસીસીએ આ નિવેદન આપ્યું છે બીજી તરફ આ સમગ્ર મામલે પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલ (PBCC)નું નિવેદન પણ સામે આવ્યું છે. પીબીસીસીએ કહ્યું, ‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ પાકિસ્તાનની ટીમને અવઢવમાં મૂકી દીધી છે. પાકિસ્તાન વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ હતું કારણ કે પાકિસ્તાન 2012 અને 2017માં છેલ્લી બે આવૃત્તિઓમાં રનર્સ-અપ રહ્યું હતું અને 2021 અને 2022માં ત્રિકોણીય શ્રેણી દરમિયાન સતત પાંચ વખત ડિફેન્ડિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને હરાવ્યું હતું. આ સાથે તેણે બંને ટૂર્નામેન્ટ પણ જીતી હતી.

નિવેદનમાં, પીબીસીસીએ વધુમાં જણાવ્યું હતું કે, “એવું ખૂબ જ સંભવ હતું કે પાકિસ્તાન અને ભારત બ્લાઇન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે અને પાકિસ્તાન ટીમના વર્તમાન ફોર્મને જોતા, તેમની પાસે વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક છે. ” પીબીસીસીએ કહ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર વિદેશ મંત્રાલયે રાજકીય આધાર પર પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

પીબીસીસીએ કહ્યું, ‘રમત પ્રાદેશિક રાજનીતિથી ઉપર હોવી જોઈએ અને મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ખાસ વિકલાંગ વ્યક્તિઓ સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ. તેમજ તમામ ટીમોને આ ઈવેન્ટમાં ભાગ લેવાની સમાન તક આપવી જોઈએ. ભારતના બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશને તેની સરકારને પાકિસ્તાન ટીમ માટે વિઝાની મંજૂરી માટે વિનંતી કરી હતી પરંતુ તે નિરર્થક ગઈ હતી.

વિઝા ન મળવાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું

પીબીસીસીએ વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન પ્રત્યે વર્તમાન ભારત સરકારની તિરસ્કારથી વિકલાંગ વ્યક્તિઓ માટેના સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર (UNCRPD)નું પણ ઉલ્લંઘન થયું છે, જે દેશોને રમત રમવા માટે સમાન તકો પ્રદાન કરવા માટે આગ્રહ કરે છે.” આ ભેદભાવપૂર્ણ વલણની વૈશ્વિક અંધ ક્રિકેટ પર ગંભીર અસર પડશે. PBCC વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટમાં તેની સામે કડક પગલાં લેશે અને ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સનું આયોજન કરવા દેશે નહીં.’લાઈવ ટીવી