Maharashtra political crisis/ SC તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ફટકો, આવતીકાલે જ ફ્લોર ટેસ્ટનો કરવો પડશે સામનો

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં મહાવિકાસ અઘાડી (MVA) સરકારે આવતીકાલે એટલે કે શુક્રવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે

Top Stories India
2 1 34 SC તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારને મોટો ફટકો, આવતીકાલે જ ફ્લોર ટેસ્ટનો કરવો પડશે સામનો

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં મહાવિકાસ અઘાડી (MVA) સરકારે આવતીકાલે એટલે કે શુક્રવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નોટિસ જારી કરી રહ્યા છીએ. આવતીકાલે જે પણ પરિણામ આવશે તે અમારા અંતિમ નિર્ણય સાથે જોડાયેલું રહેશે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શિવસેના તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બહુમત જાણવા માટે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે. કોણ વોટ આપવા લાયક છે અને કોણ નથી તેની અવગણના કરી શકાય નહીં. સ્પીકરના નિર્ણય પહેલા વોટિંગ ન થવું જોઈએ. તેમના નિર્ણય બાદ ગૃહના સભ્યોની સંખ્યામાં ફેરફાર થશે. કોર્ટે અયોગ્યતા મુદ્દે સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે. તે પહેલા ફ્લોર ટેસ્ટ ખોટો છે.

તેમણે કહ્યું, “ફ્લોર ટેસ્ટ થોડા દિવસો માટે મુલતવી રાખવો જોઈએ. સિંઘવીએ કહ્યું કે 21 જૂને જ આ (બળવાખોર) ધારાસભ્યો ગેરલાયક ઠર્યા છે. 21મી જૂનથી ગેરલાયક ઠેરવવામાં આવેલા લોકોના મતોના આધારે સરકાર સત્તામાંથી બહાર રહે તે ખોટું છે.

તેના પર જસ્ટિસે કહ્યું કે ડેપ્યુટી સ્પીકર માટે બહુમતી હોવી જ વિવાદિત છે. તેથી અયોગ્યતાના મુદ્દે સુનાવણી ટળી છે. સિંઘવીએ કહ્યું કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે કેબિનેટની સલાહ લીધી ન હતી. ઉતાવળે નિર્ણય કર્યો. જ્યારે કોર્ટે સુનાવણી 11મી જુલાઈ પર મુલતવી રાખી છે ત્યારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું.

સિંઘવીએ કહ્યું કે જો 34 ધારાસભ્યોએ આવું લખ્યું છે તો સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદા મુજબ તેમણે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું છે. સિંઘવીએ ટાંકેલ ચુકાદો રવિ નાયકના કેસમાં આવ્યો હતો. સિંઘવીએ કહ્યું કે હા રાજ્યપાલે તેની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો નથી. વિપક્ષના નેતા રાજ્યપાલને મળ્યા, પછી તેમણે ફ્લોર ટેસ્ટ માટે કહ્યું હતુ.

તેના પર જસ્ટિસે કહ્યું કે પરંતુ રાજ્યપાલે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, તે કેવી રીતે નક્કી કરી શકાય. તેઓને પુષ્ટિની જરૂર લાગી કે નહીં તે તેમના પર નિર્ભર છે. બહુમતી માત્ર ફ્લોર પર જ ચકાસી શકાય છે. શું તમે 34 નંબર પર પણ વિવાદ ઉભો કરી રહ્યા છો?

આ અંગે સિંઘવીએ કહ્યું કે રાજ્યપાલ બીમાર છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યાના 2 દિવસમાં વિપક્ષના નેતાને મળ્યા અને ફ્લોર ટેસ્ટનો નિર્ણય લીધો. આ પછી, ન્યાયાધીશે કહ્યું કે જો રાજ્યપાલને લાગે છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને તે સ્પીકરના માધ્યમથી કેટલાક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે, તો રાજ્યપાલે શું કરવું જોઈએ?

સિંઘવીએ કહ્યું કે જેઓ પક્ષ બદલી રહ્યા છે તેઓ લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરતા નથી. રાજ્યપાલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈતી હતી. આવતીકાલે જ ફ્લોર ટેસ્ટ નહીં થાય તો આકાશ તૂટી જશે નહીં. ન્યાયાધીશે કહ્યું કે શું આ લોકો (બળવાખોર ધારાસભ્યો) વિપક્ષની સરકાર બનાવવા માંગે છે?  સિંઘવીએ કહ્યું કે બિલકુલ, આ તેમણે પત્રમાં લખ્યું છે.

એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે ખુદ સ્પીકરની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે છે, ત્યારે તેઓ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની વાત સાંભળી શકતા નથી. ફ્લોર ટેસ્ટ ક્યારેય મુલતવી ન રાખવો જોઈએ. હોર્સ ટ્રેડિંગથી બચવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. જયારે બીજો પક્ષ કહી રહ્યો છે કે આ ધારાસભ્યોને બાદમાં ગેરલાયક ઠેરવવામાં આવશે તો ફરીથી ફ્લોર ટેસ્ટની જરૂર પડશે. પરંતુ અમારું કહેવું છે કે અયોગ્યતાનો મુદ્દો પેન્ડિંગ હોવાથી ફ્લોર ટેસ્ટ મોકૂફ રાખી શકાય નહીં.

જસ્ટિસે એકનાથ શિંદેના વકીલને પૂછ્યું કે કેટલા ધારાસભ્યોએ સરકાર છોડી દીધી છે. આના પર કૌલે કહ્યું કે 55માંથી 39 છે. તેથી જ મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ ટાળી રહ્યા છે. પછી ન્યાયાધીશે પૂછ્યું કે કેટલાને ગેરલાયકાતની નોટિસ આપવામાં આવી છે. આ અંગે કૌલે કહ્યું કે 16 લોકોને, વધુમાં તેમણે કહ્યું કે અમે શિવસેના છોડી રહ્યા નથી,અમે જ શિવસેના છીએ.