Not Set/ આવડી મોટી ભૂલ…? ? 130 મુસાફર પહોચ્યાં તુર્કી અને તમામનો સમાન  રહી ગયો…!!

ઇંડિગો એરલાઇન્સનું કહેવું છે કે સ્ટાફ તમામ મુસાફરોનો સામાન લોડ કરવાનું ભૂલી ગયાં હતા. અને ફ્લાઇટે સામાન વિના ઉડાન ભરી હતી. એરલાઇન્સના આ કૃત્યથી મુસાફરો ભારે નારાજ છે. ઈન્ડિગો એરલાઇન્સની ભૂલના કારણે લગભગ 130 મુસાફરો વિદેશ પહોંચ્યા બાદ પરેશાન થઈ ગયા હતા. ખરેખર દિલ્હીથી ઈસ્તંબુલ જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 11 મુસાફરો સાથે ઈસ્તાંબુલ […]

Top Stories India
indigo આવડી મોટી ભૂલ...? ? 130 મુસાફર પહોચ્યાં તુર્કી અને તમામનો સમાન  રહી ગયો...!!

ઇંડિગો એરલાઇન્સનું કહેવું છે કે સ્ટાફ તમામ મુસાફરોનો સામાન લોડ કરવાનું ભૂલી ગયાં હતા. અને ફ્લાઇટે સામાન વિના ઉડાન ભરી હતી. એરલાઇન્સના આ કૃત્યથી મુસાફરો ભારે નારાજ છે.

ઈન્ડિગો એરલાઇન્સની ભૂલના કારણે લગભગ 130 મુસાફરો વિદેશ પહોંચ્યા બાદ પરેશાન થઈ ગયા હતા. ખરેખર દિલ્હીથી ઈસ્તંબુલ જઇ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 11 મુસાફરો સાથે ઈસ્તાંબુલ પહોંચી હતી પરંતુ તમામ મુસાફરોનો સામાન અહીં જ રહ્યો. એરલાઇન્સનું કહેવું છે કે તેનો સ્ટાફ તમામ મુસાફરોનો સામાન લોડ કરવાનું ભૂલી ગયો હતો અને ફ્લાઇટ સામાન વહન કર્યા વગર ઉડી ગઈ હતી. એરલાઇન્સના આ કૃત્યથી મુસાફરો ભારે નારાજ છે.

એક મુસાફરે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈસ્તંબુલ પહોંચ્યા પછી, એરલાઇન્સે તેમનો સમાન ભુલાઈ ગયાનો પત્ર આપ્યો હતો.  જેમાં જણાવ્યુ  હતું કે આ ઘટના થી અમે દિલગીર છીએ. બહુ જલ્દી આપ તમામનો સમાન  આપના સુધી પોહચડવાની વ્યવસ્થા થઈ જશે. જે અંગે મુસાફરે ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, બધા જ મુસાફરનો સમાન રહી જવો એ એક વિચારવા જેવી બાબત છે.

બીજા મુસાફરએ ટ્વિટર પર લખ્યું, “મારા સમાનમાં મારા પિતાની કેટલીક  આવશ્યક દવાઓ હતી.” તેઓ ડાયાબિટીસના દર્દીઓ છે જેમને દરરોજ દવાની માત્રા લેવી પડે છે. આ ફ્લાઇટમાં મુસાફરો પણ જુદા જુદા દેશોમના હતા. હવે તેમનું શું થશે? એક મુસાફરે ટ્વિટર પર જણાવ્યું હતું કે મુશ્કેલી પડી હતી, પરંતુ ઇસ્તંબુલ એરપોર્ટ પર એરલાઇન્સ સ્ટાફ ખૂબ મદદગાર છે અને તેઓ કહે છે કે દરેક મુસાફરોનો સામાન ઓળખીને તેમને પહોંચાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.